ઈંડિયા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે પહેલા ટી-20 ક્રિકેટ મેચમાં ભારતની હરલીન દેઓલે બાઉન્ડ્રી પર ગજબનો કેચ પકડ્યો છે. હરલીન દેઓલનો આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇ લોકો હરલીનના દીવાના થઇ રહ્યા છે અને તેને ‘સુપર વુમન’ કહી રહ્યા છે.
હરલીનના આ કેચનો વીડિયો જો તમે જોશો તો તમે પણ કહેશો કો શાનદાર હરલીન શું કેચ છે. આ કેચને લઇને ઇંગ્લેન્ડની એમી જોન્સને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે તેમની પહેલી ટી-20 મેચ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હારી ગઇ હોય પરંતુ હરલીને બધાનું દિલ જીતી લીધુ છે. તેણે એવો કેચ પકડ્યો છે કે બધા જોતા જ રહી ગયા છે. આ ખૂબ જ સરસ કેચને કારણે તેણે વિપક્ષી બલ્લેબાજ એમી અલન જોંસને અર્ધશતકથી પણ રોકી દીધી હતી.
હવે આ કેચની ટ્વીટર પર ચર્ચા થઇ રહી છે અને ટ્વીટર પર #HarleenDeol ટ્રૈંડ થઇ રહ્યુ છે. યુઝર્સ ટ્વીટર પર હરલીનનો વીડિયો શેર કરી રહ્યા છે. તે લખી રહ્યા છે કે મોર પાવર ટુ યુ.
એક યુઝરે લખ્યુ કે, 10 વર્ષોમાં આવો કેચ નથી જોયો. બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, સુપર લેડી છે હરલીન. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, બેસ્ટ ફિલ્ડિંગની મિસાલ. એક અન્ય યુઝરે લખ્યુ કે, કયારેય પણ આ કેચ ભૂલી નહિ શકીએ.
હરલીન દ્વારા પકડવામાં આવેલા આ કેચની પ્રશંસા તો ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચીન તેંદુલકરે પણ કરી છે. સચિને હરલીનની પ્રશંસા કરતા તેને સર્વશ્રેષ્ઠ કેચનો કરાર આપી દીધો.
Harleen Deol’s catch, in case you missed it 😍 pic.twitter.com/nFg5oiQWS2
— Shiv Aroor (@ShivAroor) July 9, 2021