BREAKING: મનોરંજન જગતમાંથી આવ્યા વધુ એક દુખદ સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન

Harish Magon Passes Away: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા હરીશ મેગનનું 76 વર્ષની વયે નિધન થયું છે. આ દુઃખદ માહિતી CINTAA દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી. હરીશ જૂન 1988 થી CINTAA એટલે કે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના સભ્ય હતા. હરીશ મેગન અત્યંત પ્રતિભાશાળી હતા. તેઓ ભારતની ટોચની ફિલ્મ નિર્માણ સંસ્થા FTIIમાંથી સ્નાતક થયા.

તે ‘ચુપકે ચુપકે’, ‘ખુશ્બુ’, ‘મુકદ્દર કા સિકંદર’ અને ‘શહેનશાહ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. તે છેલ્લે 1997માં ‘ઉફ્ફ યે મોહબ્બત’માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. અભિનય ઉપરાંત તેઓ હરીશ મેગન એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવતા હતા. તેમની સંસ્થા મુંબઈના જુહુ વિસ્તારમાં હતી. બોલિવૂડની કલ્ટ ક્લાસિક ફિલ્મ ગોલ માલ (1979)માં બદ્રી નારાયણની ભૂમિકા ભજવનાર અભિનેતા હરીશ મેગનના નિધનનના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

કહેવામાં આવી રહ્યું છે કે તેમની પત્ની પૂજા, પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી આરુષિ સિંગાપોરમાં રહે છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા હરીશ મગનનો જન્મ 6 ડિસેમ્બર, 1946ના રોજ મુંબઈમાં થયો હતો. એક ટ્વીટમાં હરીશ મેગનને યાદ કરતાં સિનેમા નિષ્ણાત પ્રવીણ ઝાએ લખ્યું, ‘હરીશ મેગનને હિન્દી સિનેમામાં તેમના કેમિયો માટે યાદ કરવામાં આવશે, તેઓ FTIIના સ્નાતક હતા અને ગુલઝારના સહાયક મેરાજના નજીકના મિત્ર હતા.

આ કારણે તેમને ફિલ્મ ‘આંધી’ના ગીતમાં બ્રેક મળ્યો અને તે કેમેરાની સામે આવ્યા. હરીશ મગન છેલ્લા 26 વર્ષથી ઈન્ડસ્ટ્રીથી દૂર હતા. તેમની છેલ્લી ફિલ્મ ઉફ યે મોહબ્બત વર્ષ 1997માં રિલીઝ થઈ હતી. આ સિવાય હરીશે દૂરદર્શનના પ્રખ્યાત ટીવી શો ‘વાગલે કી દુનિયા’માં ‘ભલ્લા’ નામનું મહત્વનું પાત્ર ભજવ્યું હતું.

Shah Jina