આબુધાબીના રસ્તાઓ ઉપર આટલું મોંઘુ ઘડિયાળ પહેરીને નીકળ્યો હાર્દિક પંડ્યા, જાણો કેટલી છે કિંમત
બોલીવુડના સિતારાઓની જેમ ક્રિકેટરો પણ લાઇમ લાઇટમાં હંમેશા છવાયેલા રહેતા હોય છે. તેમને પણ સોશિયલ મીડિયામાં લાખો લોકો ફોલો કરતા હોય છે અને સોશિયલ મીડિયા દ્વારા તે પણ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેતા હોય છે. એવા જ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની વાત કરીએ તો હાર્દિક પંડ્યા તેની રમત ઉપરાંત તેની લાઈફ સ્ટાઇલના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે.
મોટાભાગના લોકો જાણે છે કે હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા ભારતીય ટીમમાં સામેલ થયા પહેલા ખુબ જ ગરીબીમાં જીવન વિતાવતા હતા, પરંતુ આજે તેમની પાસે આલીશાન ઘર, લક્ઝુરિયસ કાર અને આરામ દાયક જીવન છે. હાર્દિકને મોંઘી મોંઘી વસ્તુઓનો ખુબ જ શોખ છે. જે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપરથી પણ જોઈ શકાય છે.
હાર્દિક પંડ્યાએ હાલમાં જ એક નવી ઘડિયાળ ખરીદી છે. જેની તસવીરો પણ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. ત્યારે હવે હાર્દિકની આ ઘડિયાળે ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી દીધી છે. આ ઘડિયાળની કિંમત સાંભળી અને તમે પણ હેરાન રહી જશો.
હાર્દિક પંડ્યાનું આ ઘડિયાળ Patek Philippe Nautilus Platinum 5711 બ્રાન્ડનું છે. આ ઘડિયાળની કિંમતની જો વાત કરવામાં આવે તો તેની કિંમત 5 કરોડથી પણ વધારે છે. એટલે જ હાર્દિક પંડ્યા આલીશાન લાઈફ જીવવા માટે ખુબ જ જાણીતો છે.
હમણાં થોડા સમય પહેલા જ હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યાએ મુંબઈની અંદર આલીશાન 30 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યુ છે જેને લઈને પણ હાર્દિક ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ઘરની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા પાસે એકથી એક ચઢિયાતી અને કિંમતી ઘડિયાળ છે. જે તે અવાર નવાર પહેરે છે. હાર્દિકની પાસે લક્ઝુરિયસ કારનું પણ કલેક્શન છે. આ ઉપરાંત તે મોંઘા કપડાં પહેરવા માટે પણ ખુબ જ જાણીતો છે. થોડા સમય પહેલા તેનું એક શર્ટ પણ તેની કિંમતને લઈને ખુબ જ ચર્ચાનો વિષય બન્યું હતું.