ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓમાંના એક હાર્દિક પંડ્યા હાલ તેમની પત્નિ નતાશા અને દીકરા અગસ્ત્ય સાથે ચેન્નાઇમાં છે. તેઓ પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે. અવાર-નવાર તેમની અને તેમના પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોય છે.

આ દરમિયાન હાલમાં જ હાર્દિક પંડ્યાના દીકરા અગસ્ત્યની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વયરલ થઇ રહી છે. હાર્દિકે હાલમાં જ તેના દીકરાની તસવીર શેર કરી હતી જેમાં તે ખૂબ જ ક્યુટ લાગતો હતો. અગસ્ત્ય ન્હાવાના વાદળી કલરના કપડામાં હતો અને તેના હાથમાં તરબૂચ આકારનું રમકડું હતું.

હાર્દિકે આ તસવીર પર લખ્યું હતુ કે, અમારી દુનિયા… આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે વર્ષ 2020 હાર્દિક માટે ખૂબ જ સારૂ રહ્યુ છે. આ વર્ષમાં તેણે નતાશા સાથે લગ્ન કર્યા હતા અને નતાશાએ એક દીકરાને જન્મ આપ્યો હતો.
નતાશા અને હાર્દિક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. નતાશાએ પ્રેગ્નેંસી દરમિયાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.હાર્દિકની સાથે તેનો દીકરો અગત્સ્ય પણ જોવા મળ્યો હતો. હાર્દિકે દીકરા અગત્સ્ય સાથે વિમાનમાં બેઠેલી તસ્વીર શેર કરી છે.

જે સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.પોતાના દીકરા અગત્સ્ય સાથે શેર કરેલી તસ્વીરની અંદર પંડ્યાએ કેપશનમાં લખ્યું છે “મારા દીકરાની પહેલી ફ્લાઇટ.” જેના દ્વારા માલુમ પડે છે કે હાર્દિકનો દીકરો પહેલીવાર ફલાઇટની મજા માણી રહ્યો છે.