મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા બાદ હાર્દિક પંડ્યાએ અંબાણી પરિવાર અને જૂની સફર વિશે કરી ભાવુક કરી દેનારી વાત, જુઓ શું કહ્યું ?
Hardik Pandya shared an emotional video : હાલ ઠેર ઠેર એક જ ચર્ચા ચાલી રહી છે અને તે ચર્ચા છે હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઇટન્સને છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થવાની. તે છેલ્લી 2 સિઝનથી ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. હાર્દિકની કપ્તાની હેઠળ જીટી (ગુજરાત ટાઇટન્સ) એ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 2022ની સીઝનમાં ચેમ્પિયન બન્યા બાદ 2023ની સીઝનમાં રનર અપ રહી હતી. આવી સ્થિતિમાં MIમાં પાછા ફરવાનો તેનો નિર્ણય બધાને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.
ગુજરાતે કર્યું હાર્દિકના નિર્ણયનું સન્માન :
ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવી રહ્યો હોવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેપ્ટન (હાર્દિક પંડ્યા)ને ટીમ સાથે રહેવામાં રસ નથી, તેણે પોતે જ ‘વાપસી’ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વિક્રમે કહ્યું હતું કે, ‘ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે હાર્દિકે ઘણું સારું કામ કર્યું હતું. હવે તેણે તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યાંથી તેણે રમતની શરૂઆત કરી હતી. અમે તેના નિર્ણયનું સન્માન કર્યું હતું. અમે તેને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
મુંબઈમાં જોડાવવા અંગે કરી ભાવુક પોસ્ટ :
બીજી તરફ, હાર્દિકે પણ MIમાં પરત ફરવાને લઈને એક વીડિયોમાં પોતાની લાગણીઓ શેર કરી છે. MI દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં તે મારા માટે ખૂબ જ ખાસ છે. મારી ક્રિકેટની સફર MI સાથે 2015માં શરૂ થઈ હતી. જ્યારે હું મારી 10 વર્ષની સફરને પાછું જોઉં છું તો 10 વર્ષનો આ સમય ખૂબ જ ખાસ રહ્યો છે. તે હજી પૂરું થયું નથી અને આખરે હું પાછો આવ્યો છું જ્યાંથી મારી ક્રિકેટ સફર શરૂ થઈ હતી. મેં આ સમયગાળા દરમિયાન દરેક સંભવિત વસ્તુ હાંસલ કરી છે. તેઓ મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ રહ્યા છે.
અંબાણી પરિવાર સાથેના સંબંધો વિશે કરી વાત :
હાર્દિકે વધુમાં કહ્યું કે, “મારો આકાશ અને સમગ્ર અંબાણી પરિવાર સાથે ખાસ સંબંધ છે. તેઓ સુખ દુઃખમાં મારી સાથે રહ્યા છે. આ સંબંધ ખૂબ જ ભાવનાત્મક છે, એવું લાગે છે કે જાણે હું મારી પાસે પાછો આવી રહ્યો છું. હોમપલટન (મુંબઈ), તમે મને પહેલીવાર ટેકો આપ્યો અને તે બધી યાદો મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, હું જાણું છું કે તમે મને ફરી એકવાર ટેકો આપશો. અમે એક ટીમ તરીકે ઈતિહાસ રચ્યો છે અને હવે હું ફરી એકવાર ‘બોયઝ’ સાથે કેટલીક અદ્ભુત ક્ષણો બનાવવા માટે ઉત્સુક છું. તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર.”
Watch talk about his happy homecoming, teaming up with his and resuming his journey with #MumbaiIndians #OneFamily #MumbaiMeriJaan @hardikpandya7 pic.twitter.com/sm6dXGJYCI
— Mumbai Indians (@mipaltan) November 27, 2023