RCB સામેની ગુજરાતની હાર બાદ ગુસ્સે ભરાયો કપ્તાન હાર્દિક પંડ્યા ? મેચ હારી ગયા બાદ કહ્યું “રન બનાવવા બધાને સારા લાગે છે પણ…”

IPL 2022ની 67મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પરાજય થયો હતો. આ મેચમાં બેંગ્લોરે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું હતું. જો કે, આ હારથી ગુજરાતને કોઈ ફરક પડ્યો નથી કારણ કે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. આ હાર પછી હાર્દિક પંડ્યાએ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે તે જીત માટે ફક્ત 10 રન ઓછા હતા.

19 મેની સાંજે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાએ બેંગ્લોરને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે બેંગ્લોરે વિરાટ કોહલીની બેટિંગથી 19 ઓવરમાં હાંસલ કર્યો હતો. મેચ હાર્યા બાદ પ્રેઝન્ટેશનમાં હાર્દિક પંડ્યાએ હારનું કારણ જણાવ્યું હતું.

હાર્દિકે કહ્યું કે, “અમારી પાસે માત્ર એક સમાન સ્કોર હતો. બોલ અહીં અને ત્યાં અટકતો રહ્યો અને અમે 168 રન બનાવીને ખુશ હતા. અમે લોકીને તક આપવા માગતા હતા, પરંતુ વિકેટ અમને થોડી રોકી રહી હતી. તેથી અમે એવા બોલરોને પસંદ કરવા માગતા હતા જેઓ ધીમી બોલિંગ કરે અને બોલ સાથે ગતિ પકડે. અમે મધ્યમાં વસ્તુઓને પાછી ખેંચી લીધી પરંતુ જે રીતે મેક્સવેલ અંતમાં રમ્યો, અમને લાગ્યું કે અમે 10 રન ઓછા કર્યા.”

હાર્દિકે આગળ વાત કરતા જણાવ્યું કે, “અમે યોગ્ય ડીલ પર છીએ અને અમારે બેક ટુ બેક વિકેટ ગુમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પાઠ એ સુનિશ્ચિત કરવાનો છે કે અમે પ્લેઓફમાં આવું ન કરીએ. રન બનાવવું હંમેશા સારું હોય છે. છોકરાઓ જે રીતે દુર્વ્યવહાર કરે છે અને અમે જે રીતે જઈ રહ્યા છીએ, તે ખેલાડીઓ માટે કંઈક શીખવા જેવું છે. મને સાહાની ઈજા વિશે ખબર નથી. તે તેની હેમસ્ટ્રિંગ અનુભવી રહ્યો હતો અને તેને મેદાનની બહાર રાખવા માટે સાવચેતીનું પગલું હતું.”

હાર્દિકે આ મેચમાં 47 બોલમાં અણનમ 62 રન ફટકારીને પ્લેઓફની તૈયારીને મજબૂત બનાવી હતી. બીજી તરફ બેંગ્લોરના 14 મેચમાં 16 પોઈન્ટ છે. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. કારણ કે હવે તેમના 12 પોઈન્ટ છે, જો કે બંને ટીમોની 1-1 મેચ બાકી છે. પરંતુ આ મેચ જીત્યા બાદ પણ તેમના માત્ર 14 પોઈન્ટ જ રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે. બેંગ્લોરે હવે પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચમાં દિલ્હીની હાર માટે પ્રાર્થના કરવી પડશે.

Niraj Patel