કરોડોના આ આલીશાન ઘરમાં રહે છે IPL 2022નો સફળ કેપ્ટન હાર્દિક પંડ્યા, સ્વિમિંગ પુલ-જીમ-થિયેટરથી લઇ અનેક સુખ સુવિધાઓ છે ઉપલબ્ધ

સખત ગરીબ પરિવારોમાંથી આવતા હાર્દિક પંડ્યા 8BHK ફ્લેટ જોઈને આંખો ફાટી જશે, કહેશો ક્રિકેટર જેવી જિંદગી કોઈની ન હોય…

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને હાલમાં સેલેક્ટર્સે આયરલેંડ દોરા માટે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમ ઇન્ડિયાને આયરલેન્ડ વિરૂદ્ધ 26 જૂનથી બે મેચોની ટી20 સીરીઝ રમવાની છે. હાર્દિક પંડ્યાએ આ વર્ષે IPL 2022માં પોતાની ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી હતી. જેણે તેના માટે ટીમ ઇન્ડિયાની કપ્તાનીનો રસ્તો ખોલવાનું કામ કર્યુ.

હાર્દિક પંડ્યાએ ઘણા ઓછા સમયમાં તેના કરિયરમાં સફળતા હાંસિલ કરી છે. હાર્દિક પંડ્યા પાસે મુંબઇમાં આલીશાન 30 કરોડનો ફ્લેટ છે. હાર્દિક પંડ્યા સાથે તેનો ભાઇ અને સ્ટાર ક્રિકેટર ક્રુણાલ પંડ્યા પણ રહે છે, આ ફ્લેટમાં 8 બેડરૂમ છે. હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા લક્ઝરી લાઇફ જીવવા માટે ઓળખવામાં આવે છે. વર્લ્ડ ક્રિકેટમાં બંને ભાઇઓએ ઘણા ઓછા સમયમાં સારી એવી દોલત અને શોહરત હાંસિલ કરી છે.

આ ભાઇઓનું આલીશાન ઘર 3838 સ્કેવર ફૂટમાં બનેલુ છે. ડીએનએના રીપોર્ટ અનુસાર પંડ્યા બ્રધર્સનો આ ફ્લેટ મુંબઇના રુસ્તમજી પૈરામાઉન્ટમાં છે. આ સોસાયટીમાં બોલિવુડ સ્ટાર્સ ટાઇગર શ્રોફ અને દિશા પટની પણ રહે છે. પંડ્યા બ્રધર્સના એપાર્ટમેન્ટમાં જીમ, ગેમિંગ ઝોન અને એક પ્રાઇવેટ સ્વિમિંગ પુલ પણ છે. પંડ્યાના ઘરથી અરબ સાગરનો ખૂબસુરત નજારો જોવા મળે છે. આ સાથે સોસાયટીમાં એક જિમ એરિયા પણ છે. આ ઉપરાંત એક પ્રાઇવેટ થિયેટર, સ્કાય લાઉન્જ, મોટુ સ્વિમિંગ પુલ અને ઇનડોર ગેમિંગ ઝોન પણ છે.

હાર્દિક પંડ્યા અને તેના ભાઇ ક્રુણાલ પંડ્યા એક મધ્યમવર્ગીય પરિવારમાંથી એક છે. પહેલા તે વડોદરામાં એક નાના ઘરમાં રહેતા હતા. તેમણે ઘણી મહેનત કરી અને આગળ આવી આજે ખૂબ સફળતા હાંસિલ કરી છે. તેઓ હવે ગુજરાતથી મુંબઇના આલીશાન ઘરમાં પહોંચી ચૂક્યા છે. બંને ભાઇઓ અને તેમની પત્નીએ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તેઓ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર પણ કરતા રહે છે.

હાર્દિકે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યુ. પંડ્યાએ આઇપીએલ સિઝનની 15 મેચોમાં 487 રન બનાવ્યા અને સિઝનના સમાપાન સાથે ગુજરાત ટાઇટન્સને જીત પણ અપાવી.IPL 2022માં હાર્દિક પંડ્યાએ 8 વિકેટ પણ લીધી હતી. એવામાં હાર્દિક પંડ્યાના હોવાના કારણે વેંકટેશ ઐય્યરના કરિયર પર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે.

વેંકટેશ ઐય્યરે IPL 2021માં શાનદાર પ્રદર્શન કરી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. તે બાદ તેણે ભારત માટે 2 વનડે અને 9 ટી 20 મેચ પણ રમી હતી. પરંતુ IPL 2022માં વેંકટેશ ઐય્યર પૂરી રીતે ફ્લોપ રહ્યો હતો.

Shah Jina