MIની સતત ત્રણ હાર બાદ પંડ્યાએ લીધો સોમનાથ મહાદેવનો આશરો, મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે મહાદેવને પ્રાર્થના કરી

મુંબઈ ઈન્ડિયન્સ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેણે આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ આ સિઝન માટે મોટો ફેરફાર કર્યો છે. તેણે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો છે. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી છે. પરંતુ હાલમાં ટીમને આ ફેરફારનો કોઈ ફાયદો થતો હોય તેવું લાગતું નથી. આ દરમિયાન હાર્દિકને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેઓ શુક્રવારે સોમનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. તેમણે સોમનાથ મહાદેવને પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે મહાદેવના જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી.

IPL 2024 દરમિયાન આધુનિક સમયનું મોટું સ્પોર્ટ્સ કાર્યક્રમ ચાલુ રહ્યું છે. સૌથી દબાણ જીતવાનું ટ્રોફી માટે ટીમો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. તેમણે સોમનાથ મહાદેવને પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે મહાદેવના જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ માટે આવેલી હાર્દિક પંડ્યાની ટીમ અત્યાર સુધીમાં સતત ત્રણ પરાજયનો સામનો કરી ચુકી છે. આ ત્રણેય મેચમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું. ન તો આપણે તેના બેટથી મોટી ઇનિંગ્સ જોઈ છે અને ન તો આટલી વિકેટ મેળવી છે. ICC T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ માટે મહત્વનો ખેલાડી બનવા જઈ રહ્યો છે, પરંતુ તે લય હાંસલ કરી શક્યો નથી.

આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું. આ સાથે, સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી તેમનું અભિવાદન કર્યું હતું.

આ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જોવા માટે ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી. જણાવી દો કે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ સાથે મુંબઈ ઈન્ડિયન્સ આ IPL 2024 સિઝનની તમામ મેચો હારી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ સિઝનની પ્રથમ ત્રણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને અત્યાર સુધી માત્ર 69 રન જ બનાવ્યા છે. આમાં ટોપ સ્કોર 34 રન છે, જે તેણે રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં બનાવ્યો હતો. જો ત્રણ મેચમાં બોલિંગની વાત કરીએ તો 7 ઓવર બોલ કર્યા બાદ તેના ખાતામાં માત્ર 1 વિકેટ છે. 10.85ની ઈકોનોમી સાથે 76 રન આપ્યા છે.

Parag Patidar