હાર્દિક પંડ્યા પત્ની નતાશા અને દીકરા અગસ્ત્ય સાથે નીકળ્યો વેકેશન મનાવવા, વાયરલ થઇ તસવીરો

હાર્દિક પંડ્યાએ લીધો વ્યસ્ત લાઇફથી બ્રેક, પરિવાર સાથે ચાર્ટડ ફ્લાઇટમાં વેકેશન મનાવવા પહોંચ્યા

ટીમ ઇન્ડિયા અને મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેમની વ્યસ્ત લાઇફથી થોડો બ્રેક લીધો છે અને પૂરા પરિવાર સાથે એક એવા ડેસ્ટિનેશન પર પહોંચ્યા છે, જ્યાંનો તેમણે ખુલાસો નથી કર્યો. હાર્દિક પંડ્યા હાલ આ દિવસોમાં તેમના પરિવાર સાથે ક્વોલિટી સમય વીતાવી રહ્યા છે.

હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. તેમની તસવીરો ઘણી વાયરલ પણ થઇ જતી હોય છે. તે બંનેની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે અને તે જ કારણ છે કે તેમની કોઇ પણ તસવીર જોતજોતામાં જ વાયરલ થઇ જતી હોય છે.

હાર્દિ પંડ્યાએ હાલમાં જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે. જેમાં તે ફ્લાઇટમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. તેમણે આ તસવીર શેર કરતા લખ્યુ છે કે, ચિલિંગ ઇન ધ ક્લાઉડ્સ, એટલે કે વાદળાની વચ્ચે ચિલિંગ.

એક દિવસ પહેલા હાર્દિકે નતાશા, દીકરા અગસ્ત્ય, ભાઇ કૃણાલ સાથે ફ્લાઇટમાં બેઠેેલ એક તસવીર શેર કરી હતી, જેમાં હાર્દિકની ભાભી અને કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા પણ જોવા મળી રહી છે.

નતાશાએ પણ 2 દિવસ પહેલા એક તસવીર શેર કરી હતી તેમાં તે પતિ અને દીકરા સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. હાર્દિક અને નતાશાની આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે.

પ્રાઇવેટ ચાર્ટડ પ્લેનથી કરવામાં આવેલ સફરમાં હાર્દિક પંડ્યા સાથે તેમની પત્ની નતાશા અને દીકરા અગસ્ત્ય ઉપરાંત ભાઇ કૃણાલ પંડ્યા, ભાભી પંખુરી શર્મા અને કેટલાક નજીકના મિત્રો પણ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને ભાઇ ટીમ ઇંડિયાના શ્રીલંકા ટુરનો ભાગ છે. આ દોરા પર 3 વન ડે અને 3 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમવામાં આવશે. જેની શરૂઆત 13 જુલાઇથી થશે. વિરાટ કોહલી અને મેન ટીમની ગેરહાજરીમાં શિખર ધવન ભારતની કપ્તાની કરતા જોવા મળશે.

હાર્દિક પંડ્યા હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે, જેમાં એક તસવીરમાં અગસ્ત્ય જોવા મળી રહ્યો છે અને બીજી સ્ટોરીમાં તે અને કૃણાલ પંડ્યા જોવા મળી રહ્યા છે.

Shah Jina