હવે પાકિસ્તાનની મહિલા પત્રકારે હરભજન સિંહ પર ઉછાળ્યો કિચડ, ભારતીય દિગ્ગજે સારી રીતે શીખવાડ્યો સબક

પાકની પત્રકારને દિગ્ગજ ભજ્જીએ કાનનો પડદો ખરી જાય તેવો જવાબ આપ્યો, હવે જિંદગીમાં ક્યારેય નહિ બોલે

T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીત બાદ હંગામો મચી ગયો છે. પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ ગેરવર્તણૂકથી બચી રહ્યા નથી અને તેઓ ભારતીય ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી હરભજન સિંહ અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર વચ્ચે મંગળવારે ટ્વિટર પર ઉગ્ર ચર્ચા થઈ હતી. તમે ક્રિકેટના મેદાન પર હરભજન સિંહને ઘણી વખત ગુસ્સે થતો જોયો હશે.

જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે તેમનો ઉત્સાહ હંમેશા વધારે રહેતો. ભારત-પાક ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારતનો પરાજય થયો હતો. જે બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો વિવિધ પ્રકારની અયોગ્ય ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિર અને ભજ્જી વચ્ચે ટ્વીટર યુદ્ધ ચાલી રહ્યું હતું, એક પાકિસ્તાની પત્રકાર પણ તેમાં વચ્ચે કૂદી પડી અને ભજ્જીએ તેને પણ તેની ભાષામાં જવાબ આપ્યો.

જણાવી દઈએ કે એક દિવસ પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે હરભજન સિંહને ટોન્ટ માર્યો હતો. ત્યારે ભારતીય દિગ્ગજ આમિરને ફિક્સર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે પોતાનો દેશ વેચવા જઈ રહ્યો છે. આવા લોકો રમત પર એક ડાઘ છે.

હવે પાકિસ્તાની પત્રકાર ઇકરા નાસિરે એક વીડિયો પોસ્ટ કરીને હરભજનને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે, તો ભજ્જીએ પણ તેનો સારો જવાબ આપ્યો છે. આ વીડિયોમાં હરભજન સિંહ બોલિંગ કરી રહ્યો છે અને શાહિદ આફ્રિદી બેટિંગ કરી રહ્યો છે. આફ્રિદીએ બેક ટુ બેકમાં ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી. આ પછી તેણે કેપ્શનમાં લખ્યું કે લો હરભજન સિંહ આ તમારી યાદ માટે. ચાર બોલમાં ચાર સિક્સર અને હા ટેસ્ટ મેચ.

જવાબમાં હરભજન સિંહે એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં હરભજન સિંહ આફ્રિદીના બોલ પર ગગનચુંબી સિક્સર મારતો જોવા મળે છે. તેના કેપ્શનમાં ભજ્જીમાં લખ્યું હતું કે તમારી જાણકારી માટે પત્રકાર મહોદય.

Shah Jina