“મમ્મી રામ રામ.. ખુશ રહેજે ! મારા મોત માટે મારી પત્ની, તેનો પ્રેમી અને…” પત્નીના અફેરથી કંટાળીને પતિએ બે બાળકો સાથે ખાઈ લીધી સેલફોસની ગોળીઓ

પતિએ પોતાના બે બાળકો સાથે ખાધું ઝેર, કારણ હતું પત્નીને અફેર, દીકરીએ કહ્યું, “મમ્મી રામ રામ.. ખુશ રહેજે !”, જુઓ આપઘાત કરતા પહેલાનો વીડિયો

Hanumangarh Rajkumar Suicide LIVE Vide : ગુજરાતમાં  છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાંથી પણ આપઘાતની  ખબરો સામે આવતી રહે છે. જેમાં ઘણીવાર પત્ની પત્નીના સંબંધોમાં આવેલી ખટાશ  અથવા તો તેમના અફેર પણ કારણભૂત હોય છે. ત્યારે હાલ એક રૂંવાડા ઉભા કરી દેનારા આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં એક પતિએ પત્નીના અફેરથી કંટાળીને ફેસબુક પર લાઈવ આવીને પોતાના બંને બાળકો સાથે ઝેરી ગોળીઓ ખાઈ લીધી.

રાજસ્થાનના હનુમાનગઢની ઘટના :

આ ઘટના સામે આવી છે રાજસ્થાનના હનુમાનગઢ શહેરમાંથી. જ્યાં પત્ની અને તેના પ્રેમીથી પરેશાન યુવકે તેના બાળકો સાથે ફેસબુક પર લાઈવ આવીને સેલફોસની ગોળીઓ ખાઈ જીવનનો અંત આણ્યો હતો. યુવકે ફેસબુક લાઈવમાં તેની પત્ની અને તેના પ્રેમી સહિત ચાર લોકો પર તેને 2 વર્ષથી હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

લાઈવમાં જ ખાધી સેલફોસની ગોળીઓ :

આ મામલો રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના પંડિતાવલી ગામનો છે. જ્યાં 30 વર્ષીય રાજકુમારએ તેના 10 વર્ષીય દીકરા પંકજ અને 10 વર્ષીય દીકરી મુનમુન સાથે મળીને સેલ્ફોસની ગોળીઓ ખાધી હતી. અગાઉ પણ ફેસબુક પર લાઈવ કર્યું હતું. જ્યારે તેના ફ્રેન્ડ લિસ્ટના લોકોએ ફેસબુક લાઈવ જોયું તો તેઓ તેને બચાવવા ત્યાં પહોંચ્યા પરંતુ ત્યાં સુધીમાં ત્રણેયની હાલત નાજુક હતી. આ પછી ત્રણેને  હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં યુવકનું મોત થઈ ગયું પરંતુ તેના બંને બાળકોની હાલત નાજુક છે.

દીકરીએ કહ્યું “મમ્મી ફોન પર વ્યસ્ત રહેતી” :

ફેસબુક લાઈવમાં રાજકુમારે પોતાના બાળકોને મમ્મીને રામ-રામ કરવાનું કહ્યું. આટલું જ નહીં તેણે વીડિયોમાં કહ્યું કે અમે બે વર્ષથી પરેશાન હતા. આટલું જ નહીં, બાળકોએ ફેસબુક લાઈવમાં કહ્યું છે કે જો તેમની માતાએ તેમને યોગ્ય રીતે શીખવ્યું હોત તો તેઓ નવોદય વિદ્યાલયમાં પસંદગી પામ્યા હોત, પરંતુ માતા હંમેશા ફોન પર વાત કરવામાં વ્યસ્ત રહેતી હતી. યુવકે ફેસબુક લાઈવમાં જસવંત મેઘવાલ, તેની પત્ની રાકેશ મેઘવાલ અને હંસરાજ અને તેની પત્નીને મોત માટે જવાબદાર ગણાવ્યા છે.

લાખો લોકોએ જોયો વીડિયો :

બાળકોએ વીડિયોમાં એમ પણ કહ્યું કે મમ્મી હવે ક્યારેય તમારી પાસે નહીં આવીએ. તે જ સમયે, ઘટના પછી પોલીસમાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે વીડિયો વાયરલ થયો છે જેની તપાસ કરવામાં આવી રહી છે. બંને બાળકો હજુ નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી. સંબંધીઓ તરફથી કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. અત્યાર સુધીમાં લાખો લોકો આ ફેસબુક લાઈવ જોઈ ચૂક્યા છે.

Niraj Patel