વહુએ વૃદ્ધ સાસુને માર મારીને પછી ઘરની બહાર નિકાળી, જોરથી ગળું દબાવ્યું અને…

કોરોના કરતા વધુ ખતરનાક નીકળી વહુ 92 વર્ષિય સાસુનું પહેલા ગળું દબાવ્યું અને પછી જે થયું

હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી શહેર હેઠળ આવેલા ભાટલા નામના ગામમાં મનુષ્યને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે.જે બાળકોના માતાપિતા તેમના દુઃખ-દર્દ ભૂલી જાય છે તે જ બાળકો તેમના માતાપિતાને ભૂલી જાય છે. આવી જ એક ઘટના 92 વર્ષીય વૃદ્ધ મહિલા રજની સાથે બની હતી, જેને તેની વહુએ સાંજે માર મારી ઘરની બહાર કાઢી નાખી હતી.

11 મેના રોજ શેરીમાં જમીન પર બેઠેલી વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં મહિલાએ તેની વહુ અને પૌત્ર પર ઘરની બહાર માર મારવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી પોલીસે કાર્યવાહી કરી આરોપી વહુ અને પૌત્ર સામે ગુનો દાખલ કર્યો હતો.

પીડિતા દ્વારા તેના ઘરે આશ્રય મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના પર કોર્ટે રાહત આપી હતી અને તેઓને ઘરમાં રાખવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આરોપ છે કે મંગળવારે વહુએ તેની વૃદ્ધ સાસુ પર હુમલો કરી તેનું ગળું દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના સમયે પીડિતાનો પુત્ર રાજબીર શહેર ગયો હતો. આ માહિતી મળતાં જ તે ગામ પહોંચી ગયો હતો અને પોતાની ઈજાગ્રસ્ત માતાને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. વૃદ્ધ મહિલાની ગંભીર હાલત જોતા ડોકટરે હિસાર રિફર કરી દીધું છે. રાજબીરે પોલીસ પર આ મામલે કોઈ પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે.

Patel Meet