દુઃખદ : આ દિગ્ગજ અભિનેત્રીને થયું સ્તનનું કેન્સર…તસવીરો જોઈને રડી જવાશે
બોલિવૂડમાં ઘણા ચહેરાઓ સામે આવી ચૂક્યા છે જે કેન્સરના દર્દથી પીડાયા છે, અભિનેત્રી મુમરાજથી લઈને મનીષા કોઈરાલા, સોનાલી બેંદ્રે, સંજય દત્ત, કમલ રાશિદ ખાન, રાકેશ રોશન. આ એવા ચહેરા છે જેમણે જીવલેણ રોગ સામેની લડાઈ જીતી લીધી છે અને હવે વધુ સારું જીવન જીવી રહ્યા છે.
આ સિવાય વિનોદ ખન્ના, ઋષિ કપૂર અને ઇન્ફાન ખાન પણ કેન્સરના દર્દી હતા, જો કે તે તો હવે આ દુનિયામાં નથી. ત્યાં આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ અને યુવરાજ સિંહ પણ કેન્સર સર્વાઈવર છે જેઓ હવે અન્ય દર્દીઓને તેના વિશે જાગૃત કરે છે. આ દરમિયાન, અન્ય એક અભિનેત્રી વિશે સમાચાર આવ્યા છે જે સ્તન કેન્સરની ભયંકર બિમારી સામે લડી રહી છે.
View this post on Instagram
અમે વાત કરી રહ્યા છીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હમસા નંદિની. તેલુગુ અભિનેત્રીએ તેના સોશિયલ એકાઉન્ટ પર બાલ્ડ લુક એટલે કે વાળ વગરના લુકમાં એક તસવીર શેર કરી છે અને કેન્સર વિશે માહિતી આપી છે.
View this post on Instagram
લોકોએ હમસાને ઘણી ફિલ્મોમાં અભિનય કરતી જોઈ છે, તેનું જીવન ખૂબ જ ખુશહાલ રીતે ચાલી રહ્યું હતું કે અચાનક ડૉક્ટરે તેને બ્રેસ્ટ કેન્સર જેવી ભયંકર બીમારી વિશે જણાવ્યું. આ સમાચાર જાણીને તે ચોંકી ગઈ હતી પરંતુ તે કમજોર ન થઈ. હમસા દક્ષિણની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. થોડા દિવસો પહેલા તેણે પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો.
View this post on Instagram
હમસા નંદિની ત્રીજા સ્ટેજ પર છે. આ જાણ્યા પછી, કોઈએ ગભરાવું જોઈએ નહીં. પરંતુ ગભરાવાને બદલે હમસાએ તેના ચાહકો સાથે એક મજબૂત પોસ્ટ શેર કરી છે. હમસા નંદિનીએ ઈન્સ્ટાગ્રામ પર લખેલી પોસ્ટમાં કહ્યું, ‘જીવન મને શું આપે છે તેની મને કોઈ પરવા નથી, પછી ભલે તે ગમે તેટલું મુશ્કેલ લાગે, પરંતુ હું પીડિતની ભૂમિકા નહિ ભજવું. હું ડર, નિરાશા અને નકારાત્મકતાને પોતાના પર હાવી થવા નહિ દઉં.
View this post on Instagram
હું હિંમત અને પ્રેમ સાથે આગળ વધીશ. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હમસા નંદિનીએ જણાવ્યુ કે, કેવી રીતે તે આ બીમારી સામે જંગ લડી રહી છે. તે લખે છે કે લગભગ 4 મહીના પહેલા તેને બ્રેસ્ટમાં નાની ગાંઠ જેવું મહેસૂસ થયુ હતુ. આ જ ક્ષણે તેને ખબર પડી કે હવે તેનું જીવન પહેલા જેવું નહિ થઇ શકે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે આજથી 40 વર્ષ પહેલા તેની માતાનુ નિધન પણ સ્તન કેંસરને કારણે થયુ હતુ, ત્યારથી તે એક ડરમાં જીવી રહી હતી. અભિનેત્રીનો ડર એ સમયે સાચો સાબિત થયો જયારે મેડિકલ ટેસ્ટમાં તેને બ્રેસ્ટ કેંસર હોવાની વાત સામે આવી.
View this post on Instagram
અભિનેત્રીએ જણાવ્યુ કે, ડોક્ટરના કહેવા પર તેણે Biopsy તપાસ કરાવી હતી, જે બાદ એ કંફર્મ થઇ ગયુ કે તેને બ્રેસ્ટ કેંસર છે. અત્યાર સુધી તે 9 વાર કીમોથેરેપી પણ લઇ ચૂકી છે અને અભિનેત્રી બહાદુરી સાથે આ લડાઇ લડી રહી છે. હમસા નંદિની લખે છે કે તે આ બીમારીને તેના જીવનને પરિભાષિત કરવા નહિ દે. હમસા લખે છે કે હું હસીને આ લડાઇ લડીશ અને જીતીને પણ બતાવીશ.હું મારી કહાની બધાને જણાવીશ, કારણ કે બીજાને શિક્ષિત અને પ્રેરિત કરવામાં મદદ કરી શકું, અભિનેત્રીએ નીડર થઇને બાલ્ડ લુકમાં તસવીર પણ શેર કરી છે.
View this post on Instagram