રસ્તો પૂછવાના બહાને યુવક યુવતી સાથે કરવા લાગ્યો અડપલાં, પછી યુવતીએ ભણાવ્યો એવો પાઠ કે આખી જિંદગી કોઈનું નામ પણ નહિ લે

આપણા દેશમાં પણ હવે મહિલાઓ અને બહેન દીકરીઓ સાથેના છેડછાડની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજની સ્ત્રી પોતાની રક્ષા પોતાની જાતે જ કરવાનો સમય પણ આવી ગયો હોય તેમ લાગે છે. આજે ઘણી બહેન દીકરીઓ આત્મરક્ષા કરવામાં આગળ આવી રહી છે, ત્યારે  હાલ સોશિયલ મીડિયા ઉપર એવી જ એક દેશની દીકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને છેડછાડ કરનારને બરાબરનો પાઠ ભણાવ્યો.

આ બહાદુર દીકરીનું નામ છે ભાવના કશ્યપ. જે આસામના ગોવાહાટીની રહેવાસી છે. તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ભાવનાએ છેડછાડ કરવા વાળા છોકરાની ક્લાસ લગાવી દીધી. તે યુવકની સ્કૂટીને પણ ગટરમાં નાખી દીધી. આ સાહસી યુવતીની હવે દરેક લોકો પ્રસંશા કરી રહ્યા છે.

ભાવનાએ આ સમગ્ર ઘટનાને વીડિયોમાં જણાવતા કહ્યું છે કે કેવી રીતે યુવક તેની નજીક આવ્યો અને પુછપરછ કરવાના બહાને તેની સાથે ગંદી હરકત કરવા લાગી ગયો. ભાવનાએ જણાવ્યું હતું કે દિવસના અજવાળામાં એક વ્યક્તિ આવ્યો અને તેની પાસે સરનામું પૂછવા લાગ્યો. ભાવનાને યુવકે જે સરનામું પૂછ્યું તેની જાણકારી ભાવનાને પણ નહોતી.

ભાવનાએ આગળ જણાવ્યું કે ના કહેવા છતાં પણ યુવક જવા માટે રાજી નહોતો. થોડીવાર પછી ખોટી રીતે યુવકે ભાવનાને અડવાનો પ્રયત્ન કર્યો, ભાવનાએ બધી જ તાકાત લગાવીને યુવકને પકડી લીધો અને તાકાત કરીને તેને ઘસેડ્યો.

આ દરમિયાન તે પોતાની સ્કૂટીને લઈને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે ભાવનાએ સ્કૂટીને પકડી રાખી અને તે ભાગી ના શક્યો. ભાવનાએ ધક્કો મારી અને સ્કૂટીને ગટરમાં નાખી દીધી અને આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધા. ભાવના રાજકુમાર સાથે ઝઘડી રહી હતી ત્યારે તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઇ ગઈ હતા.

આ જોઈને રાજકુમાર પણ ગભરાઈ ગયો હતો અને તેને લોકોને તેની સ્કૂટી ગટરમાંથી કાઢવામાં મદદ કરવા માટે જણાવ્યું. પરંતુ તેની વાત કોઈએ ના માની. આ ઘટના ગુવાહાટીના ડાઉનટાઉન વિસ્તારની છે. જે વ્યક્તિએ આવી હરકત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેનું નામ મધુસુદન રાજકુમાર છે. પોલીસે હવે આ મામલામાં એફઆઇઆર પણ દાખલ કરી લીધી છે.

ભાવનાએ સોશિયલ મીડિયા દ્વારા આ સમગ્ર ઘટનાને સામાન્ય લોકો સુધી પણ પહોંચવી. જેને જોઈને ઘણા લોકો તેની બહાદુરીની પ્રસંશા કરી રહ્યા છે. તેને પોતાની પોસ્ટની અંદર આસું પોલીસને પણ ટેગ કરી છે અને આ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આભાર પણ વ્યક્ત કર્યો છે.

Niraj Patel