આજથી આ 4 રાશિવાળા લોકોની ચમકશે કિસ્મત, ગુરુ ગ્રહનો થઈ રહ્યો છે ઉદય

એ તો આપણે જાણીએ જ છીએ કે જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહનું ખુબ મહત્વ છે. તેમને જ્ઞાન,શિક્ષા,ધર્મ,સંતાન, મોટા ભાઈ વગેરેનો કારક માનવામાં આવે છે. આ ઉપરાંત લગ્ન જીવનના કારક પણ બૃહસ્પતિ દેવ જ છે. સાથે સાથે બૃહસ્પતિ 27 નક્ષત્રોમાંથી વિશાખા,પૂનર્વસુ અને પૂર્વભદ્રાના સ્વામી પણ છે. તમને જણાવી દઈએ કે ગુરુ 24 ફેબ્રુઆરીના રોજ અસ્ત થયા હતા અને ફરી 26 માર્ચથી એટલે કે આજથી ઉદિત થવા જઈ રહ્યા છે. ગુરુનો ઉદય સાંજે 6 વાગ્યાને 38 મિનિટે થશે. આ અંગે જ્યોતિશાચાર્યોનું કહેવુ છે કે, ગુરુના ઉદય થવાથી કેટલીક રાશિઓની કિસ્મત બદલાઈ જશે.

1.મેષ: ગુરુનો ઉદય થવાથી લાભનો યોગ નિર્માણ થશે. સાથે સાથે ધન દોલતમાં પણ વૃદ્ધિ થશે. વેપાર ધંધામાં સફળતા મળશે. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે. સાહસિક પ્રવૃતિઓમાં આ લોકોને સફળતા મળશે. આ ઉપરાંત પત્ની સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

2.મિથુન: મિથુન રાશિ માટે ગુરુનો ઉદય ખુબ લાભદાયી સાબિત થશે. વેપાર ધંધા અને નોકરીમાં સારી તકો મળશે. કાર્યસ્થળે માન સન્માન મળશે. નોકરીના સ્થળે સિનિયર તરફથી કામની પ્રશંશા થશે. આ ઉપરાંત વિદેશ ગમનના પણ અવસરો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

3.તુલા: તુલા રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન દરેક કાર્યમાં સફળતા મળશે. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. પૈસાની તંગી દૂર થશે અને અટવાયેલા નાણા પણ પરત મળશે. પરિવારના સભ્યોનો સાથ મળશે અને લગ્ન જીવન પણ આનંદમય બનશે.

4.વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકોને નોકરી માટે સારી તકો મળશે. આ ઉપરાંત ધન લાભ થશે. વેપારમાં મોટા મોટા પ્રોજેક્ટ હાથમાં આવશે. નવું ઘર લેવાનું સપનું પૂર્ણ થશે. ભાઈ ભાંડુનો સાથ સહકાર મળશે. દૂરના સગા તરફથી લાભ મળશે. પારિવારિક મતભેદ દૂર થશે. આર્થિક રીતે મજબૂત બનશો.

YC