જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 14 મે 2026, ગુરુવારના રોજ સવારે 07:19 વાગ્યે ગુરુ બૃહસ્પતિ પુનર્વસુ નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ પદના સ્વામી બુધ ગ્રહ હોવાથી ગુરુ અને બુધના સમન્વયથી જ્ઞાન અને સમૃદ્ધિનો યોગ રચાશે. ૨ જૂન સુધી ચાલનારા આ ગોચર દરમિયાન ખાસ કરીને વૃષભ, મિથુન, ધનુ અને મીન રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે.

દેવગુરુ બૃહસ્પતિ જ્યારે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તે બૌદ્ધિક ક્ષમતા અને આર્થિક ઉન્નતિના દ્વાર ખોલે છે. આ વખતે બુધના નક્ષત્ર પદમાં ગુરુનું આગમન વિશેષ રાજયોગ સમાન ફળ આપશે.

વૃષભ રાશિ:
વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. જો તમે અભ્યાસ કે કરિયર બાબતે કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હોવ, તો આ સમય શ્રેષ્ઠ છે. આર્થિક રીતે પણ મજબૂતી આવશે.

મિથુન રાશિ:
અવિવાહિતો માટે લગ્નના યોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વેપારીઓ માટે આ સમય મોટો આર્થિક લાભ મેળવવાની તક લઈને આવશે.

ધનુ રાશિ:
આ ગોચર તમારા માટે અતિ શુભ છે. સમાજમાં તમારી ઓળખ અને માન-સન્માન વધશે. નવી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરશો જે લાંબાગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

મીન રાશિ:
તમારા માટે આ ખરા અર્થમાં ભાગ્યોદયનો સમય છે. લાંબા સમયથી અટકેલા કામો ઝડપથી પૂરા થશે. બિઝનેસમાં અચાનક મોટો નફો થઈ શકે છે અને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)