ગુરુ થઈ રહ્યો છે અસ્ત, આ રાશિના લોકો કંગાળમાંથી થશે માલામાલ

ગુરુ કરી રહ્યો છે રાશિ પરિવર્તન, જાણો કોને થશે લાભ અને કોની બેસશે માઠી

દરેક વ્યક્તિના જીવન પર સ્થળ, કાળ અને રાશિ નક્ષત્રોની અસર જોવા મળે છે. ઘણા લોકો માટે તે ફળદાયી નિવડે છે તો ઘણા લોકો માટે તે સમસ્યા લઈને આવે છે. જ્યોતિષશાસ્ત્રના મતે ગુરુ ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિની કૂંડળીમાં ગુરુની સ્થિતિ સારી હોય છે તેની કિસ્મત ચમકી જાય છે અને તેના દરેક કાર્યો સફળ થાય છે. જ્યારે કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને ડગલેને પગલે સમસ્યાનો સામનો કરવો પડે છે.

19 ફેબ્રુઆરી 2022થી ગુરુ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે અને 20 માર્ચ 2022 સુધી આ જ સ્થિતિમાં રહેશે. આ રાશિ પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે.
જ્યોતિષાચાર્યોના મતે આ પરિવર્તન 8 રાશિ જાતકો માટે ખુબ શુભ સાબિત થશે. અસ્ત થતો ગુરુ આ લોકોની કિસ્મત ચમકાવી દેશે.

અસ્ત ગુરુ વૃષભ, મેષ, સિંહ, મિથુન, ધન, તુલા, મકર અને કુંભ રાશિ જાતકો માટે બહુ ફળદાયી સાબિત થશે. આ લોકોના જીવનમાંથી દરેક મુશ્કેલીઓ દૂર થશે. પૈસાની તંગી દૂર થશે અને અટકેલા કામો પુરા થશે. વેપાર ધંધા સાથે જોડાયેલા લોકોને મોટા કોન્ટ્રાક્ટ મળશે. આ ઉપરાંત વિદેશ યાત્ર પણ થશે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળુ બનશે અને નોકરીની નવી તકો મળશે.

તો બીજી તરફ ગુરુની સ્થિતિનું પરિવર્તન વૃશ્ચિક, કન્યા અને મીન રાશિના જાતકો માટે અશુભ માનવામાં આવી રહ્યું છે. આ રાશિના લોકોને આવનારા સમયમાં સમસ્યાનો સામનો કરવો પડશે. જીવનમાં પડકારો વધશે અને શરીર સ્વાસ્થ્ય પણ બગડશે. આ સાથે દુશ્મનો સાથે લડાઈ ઝઘડા પણ થશે. તેથી વાદ વિવાદમાં ન પડવું અને જતુ કરવાની ભાવના રાખવી. તો બીજી તરફ કર્ક રાશિના લોકો માટે આ પરિવર્તન સરેરાશ રહેશે. તેમને વધુ અસર થશે નહીં.

YC