બોલીવુડની મોટી મોટી સેલિબ્રિટીઓ આવી અને આ CM ને ટ્રોલ કર્યા, જાણો સમગ્ર વિગત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પોતાને એક અલગ જ વિવાદમાં ફસાવી લીધા છે. મહિલાઓના કપડા પર કમેન્ટ કરીને સીએમ એટલા ફસાઇ ચૂક્યા છે કે, હવે શુ રાજનીતિ, શુ ફિલ્મી જગત, બધી જ બાજુથી તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે.

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તિરથસિંહ રાવતને જીન્સ પહેરેલી મહિલાઓ અંગેના નિવેદન માટે આ દિવસોમાં ઘણા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જેની સામાન્ય લોકો સાથે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા દ્વારા પણ ટીકા કરવામાં આવી હતી.

હવે નવ્યા બાદ અભિનેત્રી ગુલ પનાગ અને પ્રખ્યાત ગાયિકા સોના મહાપત્રાએ પણ મુખ્યમંત્રીની ટિપ્પણીની ટીકા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર તસવીર શેર કરી મુખ્યમંત્રીને કરારો જવાબ આપ્યો હતો.

ગુલ પનાગે સીએમ રાવતને જવાબ આપતા ટ્વીટર પર એક તસવીર શેર કરી હતી અને તસવીર પર કેપ્શન લખ્યુ હતુ કે, રિપ્ડ જીન્સ બહાર નીકાળો. ગુલ પનાગના આ ટ્વીટ પર એક ચાહકે લખ્યુ કે, એ ઘણી કંફર્ટેબલ હોય છે ? આ પર ગુલ પનાગે જવાબ આપ્યો કે, આ 11 વર્ષ જૂની છે. એ જ માટે ખરાબ થઇ ગઇ, ના-ના ફાટી ગઇ. ગુલ પનાગની સાથે સાથે ઘણી મહિલા યુઝર્સ રિપ્ડ જીન્સમાં તસવીર શેર કરી રહી છે.
#RippedJeansTwitter pic.twitter.com/zwitZiIE9k
— Gul Panag (@GulPanag) March 17, 2021
ઉત્તરાખંડના સીએમે એવુ કયારેય વિચાર્યુ નહિ હોય કે સીએમ બન્યા બાદ તેમનુ નિવેદન બબાલ મચાવી દેશે. તેમને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

સિંગર સોના મહાપત્રાએ પણ શોર્ટ કપડા પહેરતા પોતાનાં ફોટા શેર કર્યા અને લખ્યુ કે, હું ભેજ અને ગરમીને લીધે જીન્સ નથી પહેરતી, પરંતુ આ ફાટેલી ટી-શર્ટથી મારા સંસ્કારી ઘૂંટણ બતાવીને ખુશ છું
I don’t wear jeans owing to the humidity & heat here but happy for this ripped T shirt with my संस्कारी घुटना’s showing!..& #GirlsWhoWearRippedJeans don’t need anyone’s permission in #India . We are the land of the glorious Konark, Khajurao, Modhera, Thirumayam, Virupaksha! 🧚🏿♀️🔴 https://t.co/zP98bBiLkd pic.twitter.com/gZQfWjN6Rb
— Sona Mohapatra (@sonamohapatra) March 17, 2021
છોકરીઓને ભારતમાં રિપ્ડ જિન્સ પહેરવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. આપણે ભવ્ય કોણાર્ક, ખજુરાહો, મોઢેરા, થિરૂમયમ, વિરુપક્ષની ભૂમિ છે ! હાલ ચાહકો આ બંને સ્ટાર્સની તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પહેલા અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાએ સીએમ તીરથ સિંહ રાવતના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ શેર કરી હતી.

તમને જણાવી દઇએ કે, જે નિવેદન પર આટલી બબાલ મચેલી છે તે સીએમ રાવતે મંગળવારના રોજ એક કાર્યક્રમમાં આપ્યુ હતુ. સીએમએ તેમના નિવેદનમાં કહ્યુ હતુ કે, આજકાલ મહિલાઓ ફાટેલી જીન્સ પહેરીને ચાલી રહી છે. શુ આ બધુ બરાબર છે ? આ કેવા સંસ્કાર છે. તેમના નિવેદન પર ઘણી બબાલ ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.