આ અમદાવાદના પાટીદારે તો આખું અમેરિકા માથે લીધું, એવો કાંડ કરી નાખ્યો કે બાતમી આપનારને આપશે 2 કરોડનું ઇનામ

અમદાવાદના પટેલે અમેરિકામાં કરી નાખી હતી પત્નીની હત્યા, FBIના મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં છે નામ, 2.50 લાખ ડોલરનું ઇનામ આપશે FBI, જાણો સમગ્ર મામલો

Gujarati youth killed his wife abroad : દેશ અને દુનિયામાં રોજ ઘણા બધા ક્રાઇમ થતા હોય છે, ઘણા લોકો આવા ક્રાઇમ કરીને છટકી પણ જતા હોય છે અને વર્ષો બાદ પોલીસ તેમને પકડતી હોય છે. ભારતમાં આવા ઘણા ગુનેગારો છે, પરંતુ ઘણા ભારતીયોએ વિદેશમાં પણ કેટલાક ગુન્હાઓ કર્યા છે. એવો જ એક ગુન્હેગાર છે ભદ્રેશ પટેલ, જે અમેરિકાના મોસ્ટ ટોપ 10 વૉન્ટેડની લિસ્ટમાં સામેલ છે. જેની બાતમી આપવા પર પોલીસે કરોડો રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

આ ઘટના વર્ષ 2015માં સામે આવી હતી, જેમાં અમદાવાદના એક વ્યક્તિએ અમેરિકામાં તેની પત્નીની હત્યા કરી દીધી હતી. આ આરોપીને આજે પણ અમેરિકી એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) શોધી રહી છે. અમેરિકા અને ભારતમાં એક સાથે થઈ રહેલું આ સૌથી મોટું સંશોધન છે. અમદાવાદના વિરમગામના રહેવાસી ભદ્રેશ પટેલ એફબીઆઈની 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં છે અને તેના પર 2.50 લાખ ડોલરનું ઈનામ છે.

ભદ્રેશકુમાર પટેલ પત્ની સાથે અમેરિકા ગયો હતો. જો કે તે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકામાં દાખલ થયો હતો, તેણે અહીં સ્થાયી થવાની યોજના બનાવી હતી. આ જ કારણ હતું કે ટૂરિસ્ટ વિઝાની મુદત પૂરી થયા બાદ પણ તે અમેરિકામાં જ રહેતો હતો. ભદ્રેશકુમાર પર તેની પત્નીની હત્યાનો આરોપ છે. જે ઘટનાને તેણે વર્ષ 2015માં અંજામ આપ્યો હતો. ભદ્રેશકુમાર તેની પત્ની સાથે હેનોવર, મેરીલેન્ડમાં ડંકિન ડોનટ્સમાં કામ કરતો હતો.

ઘટનાનો દિવસ પણ બધા દિવસોની જેમ સામાન્ય હતો અને બંને સીસીટીવીમાં સાથે જોવા મળ્યા હતા. બંનેની હરકતો જોઈને કોઈને ખ્યાલ નહોતો કે થોડા સમય પછી ભદ્રેશકુમાર કાંડ કરી નાખશે. ભદ્રેશ કુમારે તેની પત્ની પર છરી વડે હુમલો કર્યો હતો. તપાસમાં એફબીઆઈને સીસીટીવી ફૂટેજ મળ્યા ત્યારે સામે આવ્યુ હતુ કે હત્યારો બીજો કોઈ નહીં પણ ભદ્રેશ પોતે જ છે. તપાસ એજન્સીએ ભદ્રેશને શોધવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે, પરંતુ કોઈ સુરાગ મળ્યો નહિ.

છેલ્લે 2017માં એફબીઆઈએ મોસ્ટ વોન્ટેડની યાદી બહાર પાડી, જેમાં વિશ્વના ભયજનક ગુનેગારોના નામ છે. આ યાદીમાં ભદ્રેશકુમાર પટેલનું નામ પણ સામેલ છે. અનેક સ્થળોએ દરોડા પાડીને મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ થયા બાદ પણ આજ દિન સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આજે પણ તેની શોધમાં દરોડા ચાલુ છે. એફબીઆઈએ ભદ્રેશ પર અઢી લાખ ડોલર એટલે કે લગભગ 2 કરોડનું ઈનામ પણ જાહેર કર્યું. એફબીઆઈને શંકા છે કે ભદ્રેશ અમેરિકાની સરહદ પાર કરીને અન્ય કોઈ દેશમાં ગયો હોઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel