ખરેખર ગુજરાતીઓનું નામ ડૂબાડ્યું આ લોકોએ, રોપ વે ની સવારી મફતમાં કરવા આવું ખરાબ કામ કર્યું, પોલીસે લીધું એક્શન
Gulmarg Gondola: જન્નત-એ-કાશ્મીરમાં (Jammu Kashmir) ગુલમર્ગ (Gulmarg) ગોંડોલાની (Gondola) સવારી કરવા માટે ફર્જી ટિકિટનો ઉપયોગ કરી રહેલા ગુજરાતના 11 લોકોની પોલિસે ધરપકડ કરી છે. આ સાથે એક સ્થાનિક ટુરિસ્ટ ગાઇડ પણ સામેલ છે. આ મહિનાનો આ બીજો મામલો છે, જ્યારે નકલી ટિકિટના આરોપમાં પોલિસે પર્યટકોને પકડ્યા છે. આ પહેલા 14 એપ્રિલે મુંબઇથી આવેલા લગભગ 28 જેટલા પર્યટકો પાસે પણ નકલી ટિકિટ મળી હતી.
અધિકારીઓ અનુસાર, 27 એપ્રિલ ગુરુવારના રોજ ગોંડોલામાં કોંગડોરીથી ગુલમર્ગ આવેલ એક સ્થાનિક ગાઇડ સાથે ગુજરાતના 11 પર્યટકોને ફર્જી અને એડિટેડ ટિકિટ સાથે પકડાયા. અધિકારીઓએ કહ્યુ કે, પર્યટક ટટ્ટુ પર સવાર થઇને કોંગડોરી પહોંચ્યા હતા અને નકલી ટિકિટો પર ગોંડોલાની સવારીનો લુપ્ત ઉઠાવવા માગતા હતા. હાલ તો પોલિસ આ લોકોને ગોંડોલાથી ગુલમર્ગ લાવી છે. ગોંડોલા પરિયોજનાના પ્રબંધ નિદેશક ગુલામ જિલાનીએ કહ્યુ કે, અમારા અધિકારી શૌકત અહમદ ભટ (પરિયોજના પ્રભારી) અને પરવેજ અહમદ કુરેશીએ (ટિકિટ પ્રભારી) ઓપચારિકતાઓ પૂરી કરી અને મામલાને પોલિસને સોંપી દીધો.
પોલિસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને પર્યટકોને ફર્જી ટિકિટ જારી કરવાવાળા આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ વચ્ચે ગુલમર્ગ ગોંડોલાના મેનેજમેન્ટે સામાન્ય જનતા અને ખાસ કરીને પ્રવાસીઓને એવી વિનંતી કરી હતી કે તેઓ એવા દલાલોનો શિકાર ન થાય જેઓ તેમની સાથે છેતરપિંડી કરે છે અને તેમને નકલી ટિકિટ આપે છે. જિલાનીએ જણાવ્યું હતું કે, “ગુલમર્ગ ગોંડોલા પ્રોજેક્ટની ક્ષમતા છે, જેના પરિણામે અમે પ્રતિ દિવસ ટિકિટોની સંખ્યા મર્યાદિત કરી છે.
ટિકિટ માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે અને અન્ય કોઈ માધ્યમ નથી. સંપાદિત અને નકલી ટિકિટ પર મુસાફરી કરવી એ સજાપાત્ર ગુનો છે. ” ગુલમર્ગ ગોંડોલા પ્રોજેક્ટની ટિકિટ સ્કેનિંગ ટીમે 14 એપ્રિલે સ્કેનિંગ પોઈન્ટ પર મુંબઈના 28 પ્રવાસીઓના જૂથને અટકાવ્યું હતું. આ મુસાફરો તેમના ટૂર મેનેજર મકરંદ આનંદ ઘાણેકર દ્વારા એડિટ કરેલી નકલી ટિકિટો લઈ જતા હતા, જેમણે પોતે મુંબઈમાં આ ટિકિટોનું સંપાદન કર્યું હતું અને મુસાફરોને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નહોતી.