કેનેડામાં ગુજરાતી યુવકના રહસ્યમય મોત મામલે મોટો વળાંક ! જાણી તમે પણ ચોંકી ઉઠશો

દેખાદેખીમાં કેનેડા જવાની મુર્ખામી ન કરતા,કેનેડામાં ભણતા આણંદના વિષય પટેલના મોતનું કારણ બહાર આવ્યું

Vishay patel canada : કેટલાક દિવસ પહેલા જ એક ગુજરાતી વિદ્યાર્થી કેનેડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેની લાશ નદી કિનારેથી મળી હતી. આ વિદ્યાર્થી મૂળ આણંદના એક ગામનો 20 વર્ષીય વિશય પટેલ હતો, જે બે વર્ષ પહેલા કેનેડા ગયો હતો. અચાનક તે 15 જુનના રોજ ગુમ થયો અને તે પછી ચાર દિવસ બાદ તેની લાશ નદી કિનારેથી મળી આવી.

આ મામલે હવે મોટો ખુલાસો થયો છે. જે લોકો દેખાદેખીમાં કેનેડા જાય છે તેમના માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. વિશય પટેલના મોતનુ કારણ તો નથી જાણી શકાયુ પણ જાણકારોનું એવું કહેવુ છે કે કેનેડામાં સ્ટડીનું પ્રેશર સહન ન કરી શકવાને કારણે આવું થયુ હોઇ શકે છે. ગુજરાતીઓ ઘણા હોંશેહોંશે કેનેડા લાખો રૂપિયા ખર્ચીને જાય છે, પણ પણ કેનેડામાં રહેવુ કાંઇ એટલુ સરળ પણ નથી કે જેટલુ લાગે છે. ખાસ કરીને જાણકારો કહે છે કે દેખાદેખીમાં તો કેનેડા ક્યારેય ન જાઓ.

File Pic

ત્યાં સેટલ્ડ થયેલા ગુજરાતીઓનું કહેવુ છે કે અહી બધુ બહુ જ મોંઘુ છે અને ઉપરથી જીવન પણ હાડમારી ભર્યું છે. વિશય પટેલની વાત કરીએ તો, તો તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને તેના મોત બાદ પરિવારજનો કેનેડા જઈ શકે તે માટે વિઝા મેળવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જો કે, તેઓ રવિવાર સુધીમાં કેનેડા પહોંચે તેવી શક્યતા પણ પહેલા જણાવાવમાં આવી હતી.

File Pic

વિષય કેનેડામાં બેચલર ડિગ્રીનો અભ્યાસ કરતો હતો અને તે બ્રેન્ડન સિટીમાં જ આવેલ એક કોલેજનો વિદ્યાર્થી હતો. તે ફાઈનલ એક્ઝામમાં કેટલાક સબજેક્ટ્સમાં નાપાસ થયો હોવાથી જૂન મહિનામાં યોજાનારી કોલેજની ગ્રેજ્યુએશન સેરેમનીમાં સામેલ નહોતો થઈ શક્યો અને કદાચ આ જ કારણે તે માનસિક રીતે વ્યથિત થઈ ગયો તેવું કેનેડામાં વસતા કેટલાક ગુજરાતીઓનું કહેવું છે.

Shah Jina