કામ કરતા કરતા અચાનક જ ઢળી પડ્યો ભરૂચનો યુવક, હાર્ટ એટેકથી થયુ મોત

વિદેશમાં રોજી રોટી માટે ગયેલા ભરૂચના યુવકનું હાર્ટ એટેકથી મોત, સ્ટોરમાં ગ્રાહકોની સામે જ ઢળી પડ્યો

ગુજરાત અને દેશભરમાંથી હાર્ટ એટેકથી થતા મોતના બનાવો વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તો નાની નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે. હાર્ટ એટેક બધી ઉંમરના લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને ખાસ કરીને યુવા વયના લોકો માટે..

વધુ એક ગુજરાતીનું હાર્ટ એટેકથી મોત
ત્યારે હાલમાં વધુ એક આવી ખબર સામે આવી રહી છે. ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામના વતનીનું આફ્રિકાના વેંડામાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે. સુપર સ્ટોરમાં કામ કરી રહેલ યુવાન અચાનક ઢળી પડ્યો અને તેનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું સામે આવ્યુ. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી.

સ્ટોરમાં કામ કરતા કરતા અચાનક ઢળી પડ્યો ભરૂચનો ઇકબાલ
ભરૂચના આમોદનો ઈખર ગામનો ઈકબાલ હાફેજી મહંમદ મલ્લુ 22 વર્ષ પહેલા રોજગારી માટે આફ્રિકા ગયો હતો અને ગત રોજ જ્યારે તે સ્ટોરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ગ્રાહકોની નજર સામે જ અચાનક તે ઢળી પડ્યો અને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયુ. 42 વર્ષીય ઈકબાલનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

Shah Jina