20 વર્ષના ગુજરાતના વિશય પટેલની કેનેડામાં ગુમ થયા બાદ મળી આવી લાશ-ભેદી સંજોગોમાં થયુ મોત

ચેતી જજો કેનેડા જવાવાળાઓ: ગુમ થયેલા વિશય પટેલનો મૃતદેહ મળી આવ્યો

ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડા જાય છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી તો વિદેશમાંથી વિદ્યાર્થીઓના રહસ્યમય મોત પણ ચિંતાનો વિષય બન્યા છે. જણાવી દઇએ કે, છેલ્લા ત્રણ જ મહિનામાં 2 ગુજરાતી વિદ્યાર્થીઓના શંકાસ્પદ હાલતમાં ગુમ થયા બાદ મોત થયા હતા. ત્યારે હાલમાં કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થી અચાનક ગુમ થયો હોવાનું સામે આવ્યુ છે. 20 વર્ષિય વિશય પટેલ શુક્રવારથી ગુમ છે અને પોલીસ પણ તેને શોધવા માટે સ્થાનિક લોકોની મદદ માગી રહી છે.

કેનેડાની બ્રાન્ડોન પોલિસે તો સોશિયલ મીડિયા પર વિશય પટેલના ગુમ થયાની પોસ્ટ પણ શેર કરી હતી. 15મી જૂને વિશયને છેલ્લે રાત્રે 11 વાગ્યા આસપાસ ઘરની બહાર નીકળતા જોવામાં આવ્યો હતો. જે પછીથી તેનો કોઈ પતો નથી. તેના ગુમ થયા બાદ પરિવારના સભ્યો દ્વારા બ્રાન્ડોન પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસ પણ તેને હાલ શોધવામાં લાગી છે, પણ હજી સુધી તેની ભાળ મળી નથી.

File Pic

વિશયને ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કાર સાથે બહાર જતા જોવાયો પણ બીજા દિવસે ઘરના પાર્કિંગમાંથી તેની કાર તો મળી આવી, પણ તે ન મળ્યો. પોલીસ મુજબ કેટલાક લોકોએ તેને તે જ રાત્રે ઘરેથી ડિસ્કવરી સેન્ટર તરફ ચાલીને જતા જોયો હતો. વિશય ગ્રે હોન્ડા સિવિક કાર લઈને નીકળ્યો હતો અને તે દરમિયાન તેણે બ્લેક ટી-શર્ટ અને સ્વેટપેન્ટ્સ પહેર્યાં હતાં. જો કે, કારતો 16મી તારીખે મળી આવી પણ તેનો કોઈ અતોપતો નહોતો.

File Pic

તે નદી તરફ ચાલતો જતો જોવા મળ્યો હોવાની બાતમીના આધારે પોલીસે નદીકાંઠાના વિસ્તારમાં તેની શોધખોળ હાથ ધરી પણ તે સમયે તેના કપડાં મળી આવ્યા બાદ તેના પરિવારજનોને કંઈક અજૂગતું થયું હોવાની શંકા થઈ. જો બાદ પોલીસે વિષયના કપડાં જ્યાંથી મળ્યા ત્યાં સર્ચ ઓપરેશન વઘુ સઘન બનાવ્યુ ત્યારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. જો કે, હજુ તો પોલીસે મૃતકની ઓળખ જાહેર નથી કરી, પણ આ વિશયનો મૃતદેહ હોવાનું મનાઈ રહ્યું છે.

Shah Jina