રૂંવાડા ઉભા કરી દેતું ગુજરાત ટાઇટન્સનું ગીત આવ્યું સામે, કપ્તાન હાર્દિક પંડ્યાનો જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ વીડિયો

આવતીકાલથી દેશભરમાં સન્નાટો છવાઈ જવાનો છે, કારણ કે આવતીકાલથી IPL શરૂ થઇ રહી છે, જેની દેશવાસીઓ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કોરોનાના કારણે આઇપીએલની ગત સીઝન પણ બે ટુકડામાં વહેંચાઈ ત્યારે આ વર્ષે લોકો ભારતમાં યોજાઈ રહેલી આઈપીએલની મેચોને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

આ વર્ષે આઇપીએલનો રોમાંચ એટલા માટે પણ વધારે છે કે આ વર્ષે બે નવી ટીમો પણ આઇપીએલમાં સામેલ થઇ ગઈ છે જેમાં ગુજરાત અને લખનઉ છે. ચાહકો પણ ગુજરાતની ગુજરાત ટાઇટન્સ ટીમને લઈને ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે. ટીમના કપ્તાન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.

ત્યારે હાલમાં જ ગુજરાત ટાઇટન્સનું એન્થમ સોન્ગ રિલીઝ થયું છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. આ ગીત ખુબ જ શાનદાર છે અને ગુજરાતીઓને ફોરો ચઢાવી દે તેવું છે. તેના શબ્દો પણ એટલા સુંદર છે કે સાંભળ્યા બાદ તમને પણ આ ગીત સતત ગણગણવાનું મન થયા કરશે, આ ઉપરાંત ગીતમાં હાર્દિક પંડ્યા અને આખી ટીમનો એક અલગ અંદાજ પણ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ટાઇટન્સના આ ગીતનું નામ “આવા દે” રાખવામાં આવ્યું છે. આ શાનદાર ગીતને સ્વર આપ્યો છે ગુજરાતના ખ્યાતનામ ગાયક આદિત્ય ગઢવીએ. આ ગીતની અંદર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત ગુજરાતના વિવિધ જગ્યાઓની ઝાંખી પણ શૂટિંગ રૂપે કેદ કરી લેવામાં આવી છે.

આ ગીતના શબ્દોની શરૂઆત જ જય જય ગરવી ગુજરાતના નાદ સાથે થાય છે. આ ઉપરાંત ગીતમાં ગુજરાતી સંસ્કૃતિ અને બોલચાલની ભાષાનો ઉપયોગ થતો પણ જોવા મળી રહ્યો છે. આ ગીત રિલીઝ થવાની સાથે જ આ વખતે ગુજરાત ટાઇટન્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી પણ “આવા દે.. આવા દે..”નો નાદ ગુંજી ઉઠશે તો પણ નવાઈ નથી !

 

View this post on Instagram

 

A post shared by Gujarat Titans (@gujarat_titans)

ગુજરાત ટાઇટન્સના આ શાનદાર ગીતની અંદર ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ મેદાનમાં પ્રેક્ટિસ કરતા પણ જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા પણ પોતાના બેટથી કમાલ બતાવતા અને એક પછી એક ગગનચુંબી છક્કા મારતા પણ જોવા મળી રહ્યા છે. આ ગીત પોસ્ટ થવાની સાથે જ ચાહકોએ કોમેન્ટની પણ ભરમાર કરી દીધી છે.

Niraj Patel