હવે કોઇ પણ માતા-પિતા તેમના બાળકોને ભણાવી શકશે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, સરકાર શરૂ કરવા જઇ રહી છે 100 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

આજે લગભગ દરેક માતા-પિતા પોતાના બાળકોને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં ભણાવવા મનાંગે છે. પરંતુ ઘણા બાળકો આવી સ્કૂલમાં ભણી શકતા નથી. ત્યારે પ્રાઇવેટ ઇંગ્લિશ સ્કૂલમાં લોકોનો વધતો રસ જોઇને હવે સરકાર 100 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ખોલવાનું આયોજન કરી રહી છે. આ નિર્ણય સરકારી સૂક્લોમાં જે બાળક ભણે છે તેમની સંખ્યા પર અસર પડી રહી છે તેને ધ્યાને લઇ અને બાળકોના ફાયદા માટે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહીનાથી રાજયનાં અલગ અલગ જિલ્લામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હવે તેને ધ્યાને રાખી ગુજરાતનું શિક્ષણ વિભાગ 100 સ્કૂલો શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આવું કદાચ પહેલીવાર બનશે કેે ગુજરાત સરકાર સરકારી સ્કૂલોના શિક્ષણ પ્રત્યે જે લોકોમાં ધારણા પ્રવર્તેલી છે તેને બદલવા પ્રયાસ કરી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા 33 હજાર સ્કૂલોનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સરકાર આ નવી શાળાઓ જિલ્લા અથવા તાલુકા સ્તરે હાલની સુવિધાઓનો ઉપયોગ કરીને અને કરાર આધારિત નવી શિક્ષણ ભરતી ગોઠવીને શરૂ કરવામાં આવશે.

ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોની માંગ અરવલ્લી જિલ્લામાંથી થઇ છે. ત્યાં 12 શાળાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. અને મહેસાણામાં 7નો આવ્યો છે. જયારે ડાંગ જિલ્લામાં 6 તેમજ અમદાવાદ અને સુરતમાં ત્રણ-ત્રણ સ્કૂલોનો પ્રસ્તાવ આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 106 ઇંગ્લીશ મીડિયા સ્કૂલોમાંથી 56 સ્કૂલો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાગરિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને સ્કૂલની અછતના અભાવે ગુજરાતી મીડિયમમાં એડમિશન લેવાની ફરજ પડી.

માર્ચ 2020માં કોરોના બાદ અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેટલાક કારણસર સ્કૂલો છોડી સરકારી સ્કૂલોમાં એડમિશન લીધુ. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે 21 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે, તેઓ એવા વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમની શાળાઓની સુવિધા આપશે જેમણે મહામારી સંબંધિત સમસ્યાઓને કારણે ખાનગી શાળાઓ છોડી દીધી હતી.

Shah Jina