ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, દિગ્ગજ અભિનેતાના નિધનથી લાખો ચાહકોમાં પ્રસરાઈ ગયો દુઃખનો માહોલ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આજે મોટો ઝટકો લાગ્યો છે. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું હોવાની ખબર આવી રહી છે. તેમની આમ અચાનક વિદાયથી ચાહકોમાં પણ દુઃખની લાગણી પ્રસરી ઉઠી છે. ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ રાઠોડનું મહત્વનું યોગદાન રહ્યું છે.

અરવિંદ રાઠોડે ગુજરાતી ફિલ્મોમાં મોટાભાગે ખલનાયકની ભૂમિકાઓ નિભાવી છે. અરવિંદ રાઠોડે 250થી પણ વધારે ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં પણ કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

અભિનેતા અરવિંદ રાઠોડમાં પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં પરંતુ પિતાનો વ્યવસાય સ્વિકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો અને સંતાઈ સંતાઈને નાટકોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું.

અરવિંદ રાઠોડે તેમના જીવનકાળ દરમિયાન “જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નગારા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે”

જે સમયે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ખલનાયક તરીકે અભિનેતા પ્રાણનો સિક્કો ચાલતો હતો ત્યારે ગુજરાતી સિનેમામાં અરવિંદ રાઠોડ ખલનાયકની ભૂમિકા અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો.આ ઉપરાંત તેમને બોલીવુડની સદાબહાર ફિલ્મ “મેરા નામ જોકર”માં પણ એક નાનકડો અભિનય કર્યો હતો.

અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’ માં ભૂમિકા કર્યા બાદ અમદાવાદમાં કેટલાંક નાટકોમાં અભિનય કર્યો હતો. 1967-68માં વિનોદ જાનીના નાટક ‘પ્રીત પિયુ ને પાનેતર’ ના કારણે તેઓને મુંબઈ આવવાનું થયું હતું. તેઓ ફોટો જર્નાલિસ્ટ તરીકતે મુંબઈમાં કામ કરતાં હતા ત્યારે રાજકપૂરે તેઓને જોયા અને ‘મેરા નામ જોકર’ માં એક નાનકડી ભૂમિકા આપી અને ત્યારથી ફિલ્મના પડદા સાથે તેઓ જોડાઇ ગયાં.

1967થી જ ગુજરાતી ફિલ્મો મળવા લાગી. પ્રથમ વર્ષે જ ‘ગુજરાતણ’, ત્યાર બાદ 1969માં ‘કંકુ’, ‘સંસારલીલા’ અને ‘જનનીની જોડ’, 1973માં ‘જન્મટીપ’ પછી 1976માં તેમની 6 ફિલ્મો આવી. એ પૈકીની ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ભજવેલી ‘જેઠા’ની ભૂમિકાએ તો તેઓને ખલનાયક તરીકે એવાં ઉપસાવી દીધાં કે ત્યાર પછી સતત 46 ફિલ્મો સુધી તેઓને ખલનાયકની જ ભૂમિકા મળતી રહી.

અરવિંદ રાઠોડ તેમના આભિનય માટે હંમેશા જાણીતા રહેશે. ગુજરાતીઓના દરેક ઘરમાં અરવિંદ રાઠોડની એક આગવી છાપ ઉભી થઇ છે જે ચાહકોના હૈયે સદાય વસેલી રહેશે. તેમના અભિનયને હંમેશા યાદ કરવામાં આવશે.

2015માં અરવિંદ રાઠોડે તાત્કાલિક ઘૂંટણનું ઓપરેશન અમદાવાદમાં કરાવ્યું હતું. આ સમયે તેમના પરિવારના કોઈ સભ્યો હાજર રહ્યાં નહોતા. ગાંધીનગરમાં શો દરમિયાન તેમને પરિસ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. આથી જ તેમણે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. 23 જૂન, 2015ના રોજ ગાંધીનગર ખાતે તેમનું નાટક ‘મારી તો અરજી, બાકી તમારી મરજી’ દરમિયાન તેમણે 12 પેઇનકિલર ગોળીઓ ખાઈને નાટક ભજવ્યું હતું. તેમને પગ વળી જતા હતા. દર્શકોને એવું હતું કે અરવિંદ રાઠોડના પાત્રની ચાલ એવી છે, પરંતુ વાસ્તવમાં અરવિંદ રાઠોડ વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતા નહોતા. જોકે, તેમણે સવા બે કલાકનું નાટક પૂરું કર્યું અને પછી સીધા ડોક્ટર પાસે ગયા હતા.

ડોક્ટરે એક્સરે કરાવીને તાત્કાલિક એડમિટ કર્યાં. વિવિધ જાતના 22 રિપોર્ટ કરાવ્યા અને પછી બીજા દિવસે સવારે બંને ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવવામાં આવ્યું હતું. તેમના ઘૂંટણ 80% જેટલાં ખરાબ થઈ ગયા હતા. તેમની સાથે તેમના પત્ની પદ્મારાણી સાથે હતા, પરંતુ તેમને મુંબઈ રવાના કરી દીધા અને ઓપરેશનની પાંચ મિનિટ પહેલાં જ તેમને ફોન કર્યો હતો. આ રીતે અરવિંદ રાઠોડે ઓપરેશન દરમિયાન તેમના પત્ની કે પરિવારના અન્ય કોઈ પણ સભ્યને સાથે રાખ્યા નહોતા.

Niraj Patel