અરે આ શું ! જયારે લગ્નમાં દુલ્હને દુલ્હાને પહેરાવ્યુ મંગળસૂત્ર, જોતા જ દંગ રહી ગયા લોકો..

મંગળસૂત્ર, વૈવાહિક જીવનનું સૌથી મોટુ પ્રતિક માનવામાં આવે છે. જેને મહિલાઓ તેના ગળામાં સુહાગની નિશાનીના રૂપમાં પહેરે છે. માનવામાં આવે છે કે, મંગળસૂત્ર પહેરવાથી પતિની રક્ષા થાય છે અને પતિના જીવનના બધા સંકટ દૂર થાય છે. લગ્નના દિવસે દુલ્હો તેની દુલ્હનને મંગળસૂત્ર પહેરાવે છે, પરંતુ અહીં તો કંઇ બીજુ જ જોવા મળ્યુ.(Image Credit/Instagram-officialhumansofbombay)

જયારે શાર્દુલ કદમે કહ્યુ કે તેઓ તેમના લગ્નના દિવસે મંગળસૂત્ર પહેરશે તો બધા હેરાન રહી ગયા. મંગળસૂત્ર એક પવિત્ર દોરો છે જે પરંપરાગત રીતે દુલ્હા દ્વારા લગ્નના દિવસે દુલ્હનના ગળામાં બાંધવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, શાર્દુલ નામના એક વ્યક્તિએતેના લગ્નમાં દુલ્હનના હાથે મંગળસૂત્ર પહેર્યુ. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

તમે તસવીરોમાં જે દુુલ્હા-દુલ્હનને જોઇ રહ્યા છે તેઓ છે તનુજા અને શાર્દુલ, જેમણે એક એલગ ઢંગથી લગ્ન કર્યા છે. તેમની પત્નીએ તેમને તેમના લગ્નમાં મંગળસૂત્ર પહેરાવ્યુ છે, અને હવે સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે.

એકવાર શાર્દુલે તનુજાને પૂછ્યુ કે, એવું કેમ છે કે માત્ર એક છોકરીને જ મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે ? આનો કોઇ મતલબ નથી બનતો. તેણે કહ્યુ કે, આપણે બંને બરાબર છીએ એ માટે આપણે બંને લગ્નાના દિવસે એકબીજાને મંગળસૂત્ર પહેરાવીશુ.

હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાતચીત કરતા શાર્દુલે જણાવ્યુ કે, તે તનુજાને કોલેજમાં મળ્યા પરંતુ તેમની પ્રેમ કહાની ગ્રેજયુએટ થયાના ચાર વર્ષ બાદ શરૂ થઇ. તે બાદ બંનેએ 1 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ અને 24 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કરી લીધા.

તમને જણાવી દઇએ કે, બંનેએ મંગળસૂત્ર એક્સચેંજ કરવાનો નિર્ણય તેમના માતા-પિતાને જણાવ્યો. તેમના પેરેન્ટ્સ અને સગાસંબંધીઓ આ નિર્ણયથી ઘણા હેરાન હતા તે બાદ શાર્દુલે તેમને સમજાવ્યા કે મંગળસૂત્ર પહેરવું સમાનતાનું પ્રતિક છે તે બાદ ઘરવાળાઓએ પણ તેમના આ નિર્ણયનું સમ્માન કર્યુ.

જયારે તેમના લગ્ન વિશે લોકોને ખબર પડી તો તેમના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બની ગયા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો વાયરલ થવા લાગી. લોકો અલગ અલગ કમેન્ટ કરવા લાગ્યા કે, હવે સાડી પણ પહેરી લે અને લોકોએ આગળ પણ ઘણુ બધી કમેન્ટ કરી, પરંતુ તેણે કહ્યુ કે અમને ટ્રોલિંગથી કોઇ ફરક પડતો નથી.

Shah Jina