મંડપમાં બેઠેલી દુલ્હનને અચાનક જ વરરાજાએ ઊંચકી લીધી, અને પછી જે થયું તે જોઈને ઉભેલા લોકો પણ…..

લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે. લગ્ન પ્રસંગોની અંદર બંને તરફ ખુશીઓ જોવા મળે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયાનો સમય હોય ઘણા લોકો લગ્ન પ્રસંગોની નાની નાની યાદોને પણ પોતાના કેમેરામાં કેદ કરી લેતા હોય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં વરરાજા પોતાની દુલ્હનને ઊંચકીને બાજુના બાજઠ ઉપર બેસાડી રહ્યો છે. વરરાજાને આમ કરતા જોઈને લગ્નમાં હાજર બધા જ લોકો પણ ખડખડાટ હસવા લાગી જાય છે. માત્ર ત્યાં ઉપસ્થિત લોકો જ નહિ કન્યા પણ હસવા લાગે છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ઇન્સ્ટાગ્રામ રીલ સેક્શનમાં પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો ઘણા લોકો વરરાજાની પ્રસંશા પણ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Raju Lakhchaura (@raju_lakhchaura)


આવા જ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે અને જોનારને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવતા હોય છે. ખાસ લગ્ન અને તેને લઈને રિવાજોના વીડિયો લોકોને ખુબ જ પસંદ આવે છે. આ વર કન્યાની પણ લોકો ઘણી પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel