ડાન્સ કરતા કરતા કન્યા આવી લગ્ન મંડપમાં, જોઈને વરરાજા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, વીડિયોએ જીતી લીધું બધાનું દિલ, જુઓ

દરેક વ્યક્તિ તેના મનગમતા વ્યક્તિને પોતાનું જીવન સાથી બનાવવા માનગતું હોય છે, પરંતુ કેટલાક કારણોના લીધે બંને એક નથી થઇ શકતા, પરંતુ જો કિસ્મત સાથે હોય તો બંનેના લગ્ન થતા હોય છે અને જીવનભર સાથ પણ નિભાવતા હોય છે, ત્યારે જયારે પોતાના મનગમતા વ્યક્તિ સાથે લગ્ન થતા હોય એ દરમિયાનની ખુશી શબ્દોમાં વ્યક્ત કરવી ખુબ જ મુશ્કેલ બને છે.

હાલ એક એવા જ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કન્યા નાચતા નાચતા લગ્ન મંડપમાં આવે છે, પરંતુ તેને જોઈને વરરાજાની આંખોમાં આંસુઓ ઉભરાઈ આવી છે અને તેને જોઈને કન્યા પણ ભાવુક બની જાય છે, આ દરમિયાન ત્યાં રહેલા સગા સંબંધીઓ પણ ભાવુક થતા જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા તૈયાર થઇને પોતાની થનારી દુલ્હનની રાહ જોઈ રહ્યા છે, ત્યારે જ સામેથી દુલ્હન ડાન્સ કરતા કરતા તેની તરફ આવે છે, આ જોઈને વરરાજાની આંખોમાં ખુશીના આંસુઓ છલકાઈ જાય છે અને તે રડવા લાગે છે, જેના બાદ કન્યા તેની નજીક આવે છે અને વરરાજાને ગળે લગાવી લે છે. આ દરમિયાન કન્યાની આંખોમાં પણ આંસુઓ આવી જાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ ગયો, લોકો પણ વર-કન્યાના આ અદભુત પ્રેમની પ્રસંશા કરી રહ્યા છે, તો ઘણા લોકો આ વીડિયોને ખુબ જ ભાવુક વીડિયો પણ જણાવી રહ્યા છે. વીડિયોના અંતમાં એ પણ જોવા મળી રહ્યું છે કે કન્યા વરરાજાને ગળે લગાવીને છેલ્લે “આઈ લવ યુ” પણ કહી રહી છે. આ વીડિયોમાં બંનેનો અદભુત પ્રેમ દેખાઈ રહ્યો છે.

Niraj Patel