લગ્ન સ્ટેજ પર બાજુમાં ઉભેલી કન્યાને જોઈને મંદ મંદ હસવા લાગ્યો વરરાજા, કન્યાનું રૂપ જોઈને નજર મિલાવતા પણ આવી ગઈ શરમ, વાયરલ થયો વીડિયો

રૂપ રૂપનો અંબાર એવી આ કન્યા સાથે લગ્ન મંડપમાં ઉભો હતો વરરાજા, લોકોએ કહ્યું “સરકારી નોકરીનો કમાલ…” જુઓ વીડિયો

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે જોડીઓ ભગવાનના ઘરે જ બનીને આવે છે. પરંતુ ઘણી જોડીઓને જોઈને મનમાં સવાલ થાય કે આ લોકોની જોડી કેમની બની હશે ? તો ઘણીવાર રૂપાળી દુલ્હન અને ઓછા દેખાવડા તેમજ મેદસ્વી વરરાજાની ચર્ચાઓ પણ થતી હોય છે અને આવી જોડીને જોઈને લોકો સરકારી નોકરીનો કમાલ એમ પણ કહી દેતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ જોડીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો “સરકારી નોકરી”ની કોમેન્ટ કરવા માટે મજબુર બની રહ્યા છે. લગ્નમાં આમ તો દરેક છોકરીના ઘણા બધા સપના હોય છે, પરંતુ તેનો પરિવાર હંમેશા દીકરી સુખી સંપન્ન ઘરમાં જાય એવી આશા રાખતા હોય છે.

ત્યારે આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક સુંદર દેખાતી યુવતી એક શ્યામવર્ણના યુવક સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે. લગ્નના આ વીડિયોમાં વર કન્યા બંને સ્ટેજ પર ઉભા છે અને વરરાજા મંદ મંદ સ્મિત રેલાવી રહ્યો છે. તે કન્યા તરફ શરમનો માર્યો જોતો પણ નથી. વર કન્યા સાથે બીજા ઘણા લોકો પણ ત્યાં હાજર છે.

વરમાળા દરમિયાન શૂટ કરવામાં આવેલા આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે. ઘણા લોકો છોકરાની સરકારી નોકરી વિશેની કોમેન્ટ કરી રહ્યા છે તો કોઈ યુવતીએ પૈસા માટે લગ્ન કર્યા હોવાની પણ કોમેન્ટ કરી રહ્યું છે. જો કે આ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

Niraj Patel