દુલ્હનને જોતા જ દુલ્હો બની ગયો રાંજણા, કર્યો એવો ડાન્સ કે સાઉથ સ્ટાર ધનુષ પણ ફેલ- જુઓ વીડિયો

દુલ્હનને જોતા જ દુલ્હાએ મારી હીરો વાળી એન્ટ્રી, રોમાન્ટિક અંદાજ જોઇ ઇન્ટરનેટ પણ થઇ ગયુ ઇમ્પ્રેસ- જુઓ વીડિયો

લગ્નની સિઝનમાં એકથી એક વીડિયો તમને સોશિયલ મીડિયા પર જોવા મળી જશે. ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક શાનદાર વરમાળા સેરેમની. લગ્નના લગભગ બધા જ વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેરે ઘર આયા મેં આયા તુજલો લેને, દિલ કે બદલે મેં દિલ કા નજરાના દેને…

ગીત પર તમે ઘણીવાર દુલ્હાને ડાન્સ કરતા જોયો હશે પણ હાલમાં જે દુલ્હાના ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે ધમાકેદાર છે અને બધાને ચોંકાવી દેનાર નજારો છે. આજકાલ દુલ્હા કે દુલ્હન તેમના લગ્નને લોકપ્રિય બનાવવા માટે અનોખી રીતે લગ્નમાં એન્ટ્રી લે છે. હાલ જે વીડિયો સામે આવ્યો છે, તેમાં વરરાજાએ તેમની એન્ટ્રીથી બધાનું દિલ જીતી લીધું છે, જ્યારે દુલ્હનના ચહેરા પરની ખુશી પણ ઘણું બધું કહી રહી છે.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા અને તમામ યુવતીઓના દિલ જીતી રહેલા આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વરરાજા હીરોની જેમ દુલ્હન આવતા જ એન્ટ્રી લે છે અને પછી અચાનક ‘રાંઝણા’ ગીત પર ખૂબ જ સુંદર ડાન્સ કરે છે. તેના સ્ટેપ્સ જોઈને તમે સમજી શકશો કે તેણે આ માટે કેટલી મહેનત કરી છે. વરરાજાને અદ્ભુત ડાન્સ કરતા જોઈને જાનૈયાઓ પણ હોબાળો મચાવવા લાગે છે.

આ દરમિયાન દુલ્હન પણ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. જણાવી દઈએ કે આ દિલને સ્પર્શી જાય તેવો વાયરલ વીડિયો royal_kathiyawadi_couple નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

Shah Jina