પ્રેમમાં ગજબ પંચનામુ : પિતાએ દીકરીના જબરદસ્તી કરાવ્યા લગ્ન તો યુવતિએ પીએમ-સોનુ સૂદને ટ્વીટ કરી લગાવી ગુહાર

બકા આજથી તું મારી બેન’, સુહાગરાતે પત્નીએ કરી એવી વાત કે પતિનું પીગળી ગયું દિલ, વિચિત્ર કેસ સામે આવ્યો

Suhagrat ke Bad Dulhan Ko Bana liya Bahan : ઘણીવાર લગ્નના અજીબો ગરીબ કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં છત્તીસગઢમાંથી એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો કે તમે પણ જાણી હેરાન રહી જશો. અહીંની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને એક્ટર સોનુ સૂદને ટ્વિટ કરીને પોતાની જિંદગીને બરબાદીથી બચાવવા માટે અપીલ કરી છે. તાન્યા શર્મા નામની યુવતીએ પોતાના ટ્વિટર પેજ પર પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. આ મામલો સોશિયલ મીડિયા પર હાલ ઘણો ચર્ચાઇ રહ્યો છે.

તાન્યા શર્માએ તેના ટ્વિટર પર લખ્યું – હું ભણવા માંગુ છું, મારા સપના ચકનાચૂર થઈ ગયા, મને લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું. મારે જીવવું છે મને બચાવો. જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે વહીવટીતંત્રની એક ટીમે આ મામલે તપાસ કરી. મામલો કાંકેર જિલ્લાના અંતાગઢનો હોવાનું બહાર આવ્યું. યુવતીનું સાચું નામ તરુણા શર્મા છે, જેણે તાન્યા શર્મા નામથી ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું છે. કાંકેરના સખી સેન્ટર અને અંતાગઢ પોલીસની ટીમ શનિવારે નવદંપતીના ઘરે પહોંચી હતી અને તેને ત્યાંથી બચાવી લેવામાં આવી.

પોલીસની પ્રાથમિક તપાસમાં તાન્યાનો પતિ પહેલેથી જ પરિણીત હોવાનું બહાર આવ્યું. તાન્યાને કાંકેરના સખી સેન્ટરમાં રાખવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના બાલાસર જિલ્લાના એક ગામમાં રહેતી તરુણા ઉર્ફે તાન્યા શર્માને પાડોશી સુરેન્દ્ર સાંખલા સાથે પ્રેમ હતો. તરુણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી. બંને વચ્ચે મિત્રતા હતી અને કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ જાન્યુઆરી 2023માં બંનેએ ઘરેથી ભાગીને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તાન્યાના પિતાને આ સંબંધ મંજૂર નહોતો.

લગભગ 10 દિવસની શોધખોળ બાદ બંને મળી આવતાં બાલેસર ખાતે લાવવામાં આવ્યા અને એક મહિના પછી તાન્યાના લગ્ન કાંકેર અંતાગઢના રહેવાસી જીતેન્દ્ર જોશી સાથે થયા. જો કે, અહીં યુવતીના પહેલા લગ્નની વાત છુપાવવામાં આવી હતી. યુવતીનો આરોપ છે કે છેલ્લા 5 મહિનાથી તેને રાજસ્થાન-ગુજરાત વગેરેના અલગ-અલગ શહેરોમાં કેદ રાખવામાં આવી હતી. આ પહેલા પણ પરિવારે તેની સગાઈ રાજસ્થાનના યુવક સાથે કરાવી હતી, પણ તે ગુનેગાર નીકળ્યો એટલે સંબંધ તૂટી ગયો.

File Pic

હવે 1 મેના રોજ અંતાગઢમાં તેના લગ્ન થયા. યુવતિએ કોઇની પાસે મોબાઇલ માગી તેના પહેલા પતિ સુરેન્દ્રને ટ્વિટ કરી પ્રતાડનાની વાત જણાવી હતી. જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. 11 જૂને અંતાગઢ નિવાસી પતિ સખી સેન્ટર પહોંચ્યો હતો અને તે તાન્યાને તેની સાથે લઈ જવા માંગતો હતો, પરંતુ તેણે જવાની ના પાડી. યુવતીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેણે તેના બીજા પતિને તેના લવ મેરેજ વિશે જણાવ્યું તો તે ક્યારેક તેને બહેન તો ક્યારેક આંટી કહેવા લાગ્યો.

File Pic

સાથે જ યુવતીના પહેલા પ્રેમ સુરેન્દ્રએ કહ્યું કે તરુણા તેનો પહેલો પ્રેમ છે. તેઓ બાળપણથી જ સાથે રમ્યા અને મોટા થયા. બંનેએ કાયદેસર રીતે લગ્ન કરી લીધા છે. સાથે જ જિતેન્દ્ર જોષીનું કહેવું છે કે તરુણા તેને બ્લેકમેલ કરતી હતી. એકવાર તેણે કાચની બંગડીઓ પણ ખાધી અને આનાથી ડરીને પત્નીને પોતાની બહેન સમજીને તેણે રાખડી બાંધી. જો કે, જીતેન્દ્રએ કહ્યું કે તેને ફસાવવામાં આવ્યો છે, તેનું જીવન બરબાદ થઈ ગયું. જો તેણે પહેલા કહ્યું હોત તો આ લગ્ન ન થયા હોત.

Shah Jina