વરરાજાને નહોતા કરતા આવડતું ડાન્સ, પછી કન્યાની સામે બતાવ્યો એવો રોમાન્ટિક અંદાજ કે મહેમાનો પણ રહી ગયા આંખ ચોળતા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં વર કન્યાનો અનોખો અંદાજ તો ઘણીવાર તેમના મસ્તી મજાક પણ જોવા મળતા હોય છે. કોઈપણ લગ્ન હોય, ડાન્સ વિના તે અધુરા જ ગણાતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણા ડાન્સ વીડિયો વાયરલ થાય છે અને તેને પણ લોકો ખુબ જ પંસદ કરતા હોય છે. ત્યારે હાલ એક વર કન્યાનો વીડિયો પણ લોકોને ખુબ જ પ્રભાવિત કરી રહ્યો છે.

લગ્ન પહેલા સગાઈ દરમિયાન વર-કન્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ તેના ભાવિ પાર્ટનરને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. કન્યાને ખ્યાલ નહોતો કે વરરાજા તેને સ્ટેજ પર અચાનક આશ્ચર્યચકિત કરશે. દુલ્હનના આશ્ચર્યને જોતા જ તે પોતાના આંસુ રોકી ન શકી અને સ્ટેજ પર જ ભાવુક બની ગઈ. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સગાઈ દરમિયાન વરરાજાએ તેની ભાવિ કન્યાને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. વરરાજા પહેલા ઘૂંટણ પર બેસીને કન્યાને વીંટી પહેરાવી અને પછી નાચવા લાગ્યો. વીડિયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વરરાજાને ડાન્સ કરવાનું આવડતું નથી, તેમ છતાં તેણે સ્ટેજ પર દુલ્હન માટે ડાન્સ કર્યો.

વરરાજાએ બોલિવૂડના 90 અને 20ના દાયકાના ગીતો પર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર આવતાની સાથે જ ‘જાનમ દેખ લો, મીટ ગઈ દૂરિયાં’ અને ‘યે કાલી-કાલી આંખે’ જેવા ગીતો પર તેના પગ જમાવી દીધા. વરરાજાને ડાન્સ કરતા જોતા જ લોકોએ જોરદાર તાળીઓ પાડવાનું શરૂ કર્યું. દુલ્હનને પણ ખબર હતી કે વરરાજા કેવી રીતે ડાન્સ કરવો નથી જાણતો, તેમ છતાં તેણે બધાની સામે ડાન્સ કરવાની હિંમત બતાવી.

Niraj Patel