લગ્નના સ્ટેજ પરથી કન્યાને પોતાના ખોળામાં લઈને નીચે ઉતરી રહ્યો હતો વરરાજા, ત્યારે જ થઇ ગયો એવો કાંડ કે જોઈને તમે પણ રહી જશો હેરાન… જુઓ વીડિયો

કન્યાને ખોળામાં લઈને ઉતરતા વરરાજાનો પગ લપસ્યો અને બંને થઇ ગઈ ભપ્પ… નીચે પડતા જ મહેમાનો સામે કન્યાને કરી દીધી કિસ… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નના ઘણા બધા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. વીડિયોની અંદર ઘણી એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જે જોઈને પેટ પકડીને હસવાનું મન થાય. ઘણીવાર ભાવુક કરી દેનારી ઘટનાઓ પણ સામે આવે છે. તો ઘણા વીડિયોની અંદર વર-કન્યા પોતાના પાર્ટનર માટે કંઈક ખાસ કરવાનું પણ વિચારતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં પણ એક વરરાજાએ કન્યા માટે એવું જ કંઈક ખાસ કરવાનું વિચાર્યું પરંતુ આ દરમિયાન તેની સાથે કાંડ થઇ ગયો. જેમ આપણે ફિલ્મોમાં જોઈએ છીએ તેમ આ વીડિયોમાં પણ વરરાજા કન્યાને પોતાના ખોળામાં ઉઠાવીને ચાલવા માટે જાય છે. પરંતુ ત્યારે જ તેનો પગ લપસી જાય છે અને બંને નીચે પડે છે.

વરમાળા દરમિયાન, વર અને કન્યા એકબીજાને માળા પહેરાવે છે. આ પછી બંને ફોટોશૂટ કરાવે છે, પરંતુ આ દરમિયાન વર-કન્યાને ઈમ્પ્રેસ કરવા માટે તે તેને પોતાના ખોળામાં ઉઠાવીને સ્ટેજ પરથી નીચે લાવવાનો પ્રયાસ કરે છે. જો કે આ દરમિયાન વર સાથે આવી ઘટના બને છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by joya jaan (@joyajaan816)

વરરાજાએ કન્યાને ખોળામાં ઊંચકીને પછી તેની સાથે સીડીઓથી નીચે આવવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને પછી દુલ્હનની સાથે સીડી પર પડી ગયો. જો કે સારી વાત એ રહી કે બંનેને ઈજા નથી થઈ, આ પછી વરરાજા મહેમાનો સામે જ કન્યાને કિસ કરી દે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેમાં ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel