વરરાજાના પપ્પાએ ડાન્સ ફ્લોર પર લગાવી દીધી આગ, “બત્તમીઝ દિલ” ગીત પર કર્યો એવો ડાન્સ કે લોકોની આંખો થઇ ગઈ ચાર… જુઓ વીડિયો

ડાન્સ સ્ટેજ પર પપ્પાને આવી જવાની, કર્યો એવો ધાંસુ ડાન્સ કે જોનારા પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

દેશભરમાં લગ્નની ધૂમ મચતી હોય છે અને લગ્નની સીઝનમાં ડાન્સ વીડિયો તો ખુબ જ વાયરલ પણ થતા હોય છે. ઘણા વીડિયોમાં તમે વર કન્યાને મન મૂકીને નાચતા જોયા હશે તો તો ઘણીવાર વરરાજાના મિત્રો કે કન્યાની બહેનપણીઓ લગ્નમાં ધમાકેદાર ડાન્સ કરીને મનડા મોહી લેતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વરરાજાના પપ્પા ડાન્સ ફ્લોર પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. લગ્નએ બે ત્રણ દિવસ સુધી ચાલનારો પ્રસંગ છે, જેમાં મહેંદી.. પીઠીથી લઈને અલગ અલગ વિધિઓ થતી હોય છે. આ ઉપરાંત લગ્નની આગળની રાત્રે સંગીત સંધ્યા પણ યોજાય છે. જેમાં ડાન્સ ફ્લોર પર લોકો ડાન્સ કરતા હોય છે.

ડાન્સ કરવા માટે કેટલાય દિવસ પહેલાથી જ પ્રેક્ટિસ પણ શરૂ થઇ જતી હોય છે. ત્યારે વાયરલ થઇ રહેલા વીડિયોમાં વરરાજાના પપ્પા “યે જવાની હે દીવાની” ફિલ્મના “બત્તમીઝ દિલ” ગીત પર ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે,. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરરાજાના પપ્પા ડાન્સ ફ્લોર પર આવીને ઉભા રહે છે.

તેમણે શૂટ પહેર્યો છે અને તે સાથે જ ફિલ્મના ડાયલોગ પર લિપસિંગ કરતા પણ જોવા મળી રહ્યા છે અને ડાયલોગ પૂરો થયા બાદ તે બત્તમીઝ દિલ પર જબરદસ્ત ડાન્સ કરવા લાગી જાય છે. આ જોઈને ત્યાં હાજર મહેમાનો પણ જોરદાર બૂમો પાડવા લાગી જાય છે. વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો અને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ પણ લીધો છે.

Niraj Patel