લગ્નની અંદર વરરાજાએ પોતાના પાલતુ શ્વાન સાથે બાઈક પર બેસીને લીધી મંડપમાં એન્ટ્રી, સાસરીવાળા પણ જોઈને રહી ગયા હક્કાબક્કા, વાયરલ થયો વીડિયો, જુઓ

વરરાજાની આવી એન્ટ્રી ક્યારેય નહિ જોઈ હોય, બોસની જેમ વરરાજાની બાઈક પર બેસીને પાલતુ શ્વાને લીધી એન્ટ્રી, જોઈને લોકો પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે. જેના માટે લગ્નમાં અલગ અલગ અને અનોખા આયોજનો કરતા હોય છે. કેટલીકવાર લગ્નમાં વરરાજા અને કન્યાની એન્ટ્રી પણ ખાસ બની જતી હોય છે. હાલ એવા જ એક વરરાજાની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આજકાલ મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ શ્વાન રાખતા હોય છે, ત્યારે આ શ્વાન સાથે તેમને પરિવારના સદસ્ય જેવો લગાવ થઇ જતો હોય છે અને જ્યાં પણ જાય ત્યાં તેમને સાથે જ રાખતા હોય છે. ત્યારે એવામાં પરિવારમાં લગ્ન હોય તો પછી શ્વાનનું શું કરવું એ પ્રશ્ન થઇ જાય, કારણ કે ઘરમાં તેને એકલું છોડી ના શકાય અને લગ્નમાં તેને સાથે રાખી ના શકાય.

પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વરરાજા શ્વાન સાથે જ લગ્ન મંડપમાં એન્ટ્રી કરતો જોવા મળે છે. જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વરરાજા બાઈક પર લગ્ન મંડપમાં પ્રવેશી રહ્યો છે. બાઈકની આગળ તેમનો પાલતુ શ્વાન પણ છે. આને જોઈને સાસરિયા પણ હેરાન રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Darshan Nandu Pol (@supremebakarwadi)


દર્શન નંદુ નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 21 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. વીડિયોમાં પાલતુ શ્વાન બાઈકની આગળ શાંતિથી બેસી રહ્યું છે, ત્યારે આ વીડિયો હવે શ્વાન પ્રેમીઓના દિલ પણ જીતી રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરીને વરરાજાની શ્વાનને લગ્નમાં સાથે રાખવા માટે પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel