લગ્ન કરવા જવાનો આવો જુસ્સો આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય, પૂર આવી ગયું તો પણ નીકળી જાન, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા તમે જોયા હશે, ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ, ત્યારે હાલ એક એવો જ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોની અંદર લગ્નમાં કઈ અનોખું થતું નહીં પરંતુ લગ્ન કરવા માટેનો એક નવો જુસ્સો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વરરાજા તેના આખા પરિવાર સાથે પૂરમાં જ લગ્ન કરવા નીકળ્યો હતો. તે એકલો ન હતો, તેની સાથે ઘણા લોકો હતા. વરરાજાએ શેરવાની પહેરી, તેના માથા પર સેહરા લગાવ્યો અને પછી એક માણસની મદદથી પૂરના પાણીમાં પ્રવેશ કર્યો. જો કે તેણે જમીન પર લટકેલા કપડાને એક હાથે પકડીને ધીમેથી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારની મહિલાઓ પણ તેની પાછળ પાછળ જવા લાગી. લગ્નના દિવસે વરરાજાની અંદર આવો જુસ્સો જોઈને લોકોએ પણ જોરદાર તાળીઓ પાડવાનું શરૂ કર્યું. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો nareshsharma5571 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સાથે એક ગીત પણ ટ્યુન કરવામાં આવ્યું છે, જે આપણે બધાએ સાંભળ્યું જ હશે. વીડિયોમાં ‘સાત સમુંદર પાર મેં તેરે પીછે આ ગયા’ ગીત વાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Naresh Sharma (@nareshsharma5571)

આ વીડિયોને જોઈને લોકો શાનદાર રિએક્શન આપી રહ્યા છે. વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે, ‘આને જ સાચો પ્રેમ કહેવાય’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘છેવટે કોઈના માટે તો સાત સમંદર પાર કરીને રાજકુમાર આવ્યો.’ ત્રીજા યૂઝરે કહ્યું, ‘અરે ભાઈ, શું ઉતાવળ હતી, લગ્નની તારીખ બદલાવી લેતા.આ ઉપરાંત એક ચોથા યુઝરે લખ્યું, ‘તમને માત્ર વરસાદની સિઝનમાં લગ્ન કેમ યાદ આવે છે ? તમે આખું વર્ષ શું કરતા હતા?”

Niraj Patel