વરરાજાને દહેજમાં મળેલી બાઈક મહામહેનતે ચાલુ થઇ અને કન્યાને બેસાડી આગળ જતા જ ધડામ દઈને નીચે પાડી, વાયરલ થયો વીડિયો

લગ્ન બાદ કન્યાને પોતાના ઘરે લઇ જવા બાઈક ચાલુ કરવા લાગ્યો વરરાજા, પરાણે ચાલુ થઇ અને કન્યાને પાછળ બેસાડતા જ કરી નાખ્યો મોટો કાંડ, જુઓ વીડિયો

Groom Dropped the Bride from the Bike: સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જતા હોય છે . ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વરરાજા લગ્ન બાદ નવી બાઇકમાં કન્યાને બેસાડીને જતા જ તેને નીચે પાડી દે છે.

ભારતમાં લગ્નની વિધિઓ એટલી લાંબી છે કે વિદાયના સમયે કન્યા થાકી જાય છે. તેને પોતાનું ઘર છોડવામાં દુ:ખ થાય છે. તે જ સમયે, તે આ આશામાં પણ જીવે છે કે તે વહેલી તકે  પતિના ઘરે પહોંચીને આરામ કરી શકે. પણ ભાઈ… અહીં આરામ બહુ દૂર છે, હકીકતમાં કન્યાની કમર ભાંગી ગઈ છે. વરરાજાએ નવી બાઇક સ્ટાર્ટ કરી અને ઘટના બની ત્યારે કન્યા પાછળની સીટ પર બેસી તેની સાથે જવા તૈયાર હતી. દુલ્હનને બાઇક પર બેસાડનાર બે મહિલાઓ કંઇ સમજે તે પહેલા તે નીચે પડી ગઇ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ક્લિપ જોઈને લાગે છે કે આ દ્રશ્ય ગામડાના લગ્નનું છે. ઘરની બહાર મહિલાઓ ઘુંઘટમાં ઊભી છે. વરરાજા નવી બાઇક લઈને તેને કિક મારીને સ્ટાર્ટ કરતો જોવા મળે છે. પરંતુ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તે બાઇક ચાલુ કરી શકતો નથી. પછી કેમેરાની પાછળ ઉભેલા એક છોકરાને બોલાવે છે, જે તેને મદદ કરે છે અને બાઈક સ્ટાર્ટ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by @nepalioldsongandnewviralvideos

આ પછી મહિલાઓ દુલ્હન સાથે બાઇક પાસે આવે છે અને તેને પાછળની સીટ પર બેસાડી દે છે. વરરાજા ખુશીથી બાઇકને આગળ ધકેલે છે. પરંતુ પાછળ બેઠેલી કન્યા નીચે પડી જાય છે. આ જોઈને પાછળ ઉભેલી મહિલાઓ દોડતી આવી અને તેને ઉપાડવા લાગી. 17 જૂને શેર કરવામાં આવેલી આ ક્લિપને લાખો લોકો જોઈ ચુક્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.  વીડિયોને જોતા આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોય તેમ પણ લાગી રહ્યું છે.

Niraj Patel