લગ્ન માટે એક વરરાજાએ બુક કરી લીધી આખી ફ્લાઇટ, અંદર કંઇક એવું કરવા લાગ્યા બધા જાનૈયાઓ કે મોજ પડી ગઈ

વરરાજાએ જાન માટે આખી ફ્લાઇટ જ કર દીધી બુક, અંદર કંઇક એવું કરવા લાગ્યા બધા સંબંધીઓ, વીડિયો વાયરલ

લગ્નનો દિવસ દુલ્હા અને દુલ્હન બંને માટે ઘણો જ ખાસ હોય છે. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો સારી એવી જેબ ઢીલી કરી નાખતા હોય છે. ત્યાં ઘણા લોકો એકદમ હટકે પોતાના ખાસ દિવસને સેલિબ્રેટ કરે છે. આમ તો સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળે છે, જે જોઇ યુઝર્સ હેરાન પણ રહી જતા હોય છે. આમ તો લગ્નના કેટલાક દિવસ પહેલાથી જ ઘરે સંબંધીઓનું આવવા-જવાનું ચાલુ થઇ જાય છે.

લગ્ન જો દૂર હોય તો સંબંધીઓના આવવા જવા માટે પહેલાથી ગાડીઓ પણ બુક થઇ જતી હોય છે. ઘણીવાર તો બસ કે ટ્રેન પણ બુક કરાવવી પડે છે. આ બધી તો સામાન્ય વાત છે પણ હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દુલ્હાએ પરિવારને એકસાથે લગ્નમાં લઇ જવા માટે એક પૂરી ફ્લાઇટ જ બુક કરી લીધી. જેની સફરનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક ફ્લાઇટમાં બધા સંબંધીઓ ઘણી મોજ મસ્તી સાથે જતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં લોકોની ખુશી દેખાઇ રહી છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પેજ ધ શુભ વેડિંગે શેર કર્યો છે. ખબરો અનુસાર, દુલ્હાએ લગ્ન માટે નેપાળના કાઠમાંડુ જવા માટે ફ્લાઇટ બુક કરાવી હતી. ઉત્સાહિત દુલ્હાની ઓળખ ભુવનના રૂપમાં થઇ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 39 હજારથી વધુ લાઇક્સ મળી છે. એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, બસ આટલું અમીર બનવુ છે.

જ્યારે એકે લખ્યુ કે, કહ્યા વગર જ કહી દો કે તમે કેટલા અમીર છો. ત્યાં એકે લખ્યુ- ભાગ્યશાળી છોકરી. પણ એ ખબર તો હોવી જોઇએ કે કેટલો ખર્ચો થયો. એકે લખ્યુ- હું વાસ્તવમાં આ જોઇ ઘણુ ઉત્સુક છું, આનો ખર્ચ કેટલો થયો. જો એ ખબર પડી જાય કે આ લોકો ક્યાંથી ક્યાં ગયા તો ખર્ચ પણ ખબર પડી જશે. જણાવી દઇએ કે, દૂરી અને વિમાન કંપની ઉપર હોય છે કે તે કેટલું ભાડુ વસૂલશે.

Shah Jina