વરરાજાએ વરમાળા વખતે જ આ કારણથી ચાલુ લગ્ન અધૂરા મૂકીને જ થઇ ગયો ફરાર,રાહ જોઈને બેઠી રહી દુલ્હન

દેશભરમાંથી દહેજના ઘણા કિસ્સાઓ સામે આવે છે. દહેજના કારણે કેટલાય પરિવારો પણ ઉજળી જતા હોય છે, અને ઘણી પરણીતાઓ દહેજના કારણે જ પોતાની જિંદગીનો અંત પણ આણતી હોય છે. ઘણા કિસ્સાઓમાં દુલ્હા પક્ષ દ્વારા દહેજની માંગણી ના સ્વીકારતા ચાલુ લગ્ન પણ અટકાવી દેવામાં આવે છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે.

આ મામલો કન્નોજ જિલ્લાના જગતપુરા ગામનો છે. જ્યાં દહેજનો લાલચી વરરાજા લગ્નના સમયે જ મંડપમાંથી ફરાર થઇ ગયો. કન્યા મંડપમાં તેની રાહ જોતી રહી. પરંતુ લગ્ન પહેલા 50 હજાર રૂપિયાની માંગણી પૂર્ણ ના થવાના કારણે વરરાજા સ્ટેજ ઉપરથી રફુચક્કર થઇ ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર જગતપુરા ગામના ગિરીશ ચંદ્ર કઠેરિયાએ મૈનપુરી જનપદ નિવાસી દેવેન્દ્રની સાથે પોતાની પુત્રી શિવાનીના લગ્ન નક્કી કર્યા હતા. લગ્નના નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે 16 જૂનના રોજ દેવેન્દ્ર જાન લઈને જગતપુરા ગામ પહોંચ્યો.

કન્યાના પિતાએ નક્કી કરેલા દહેજ પ્રમાણે બધી જ વ્યવસ્થાઓ કરી રાખી હતી. પરંતુ વરમાળા દરમિયાન દેવેન્દ્રે દહેજમાં 50 હજાર રૂપિયાની માંગણી કરી દીધી. કન્યાના પિતાએ પહેલા માંગણી પુરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી.

પરંતુ કન્યાની જીદને જોતા વિદાય સમયે દેવું કરીને પણ માંગ પૂર્ણ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું. તે છતાં પણ વરરાજા વરમાળા દરમિયાન જ 50 હજાર રૂપિયાની માંગણી કરતો રહ્યો. માંગણી પુરી ના થવા ઉપર તે સ્ટેજ છોડીને ફરાર થઇ ગયો. ઘણી જ શોધખોળ કરવા છતાં પણ તેનો કોઈ પત્તો ના લાગ્યો.

વરરાજાના ભાગવાની જાણકારી મળવાની સાથે જ લગ્ન સ્થળ ઉપર હડકંપ મચી ગયો. જેના બાદ ધીમે ધીમે જાનૈયાઓ પણ ત્યાંથી ગાયબ થતા ગયા. આ દરમિયાન કન્યાના પિતા રડતા રડતા છોકરાવાળાને લગ્ન કરવા માટે વિનંતી કરતા રહ્યા. પરંતુ તે છતાં પણ વરરાજાના પિતાનું હૃદય ના પીગળ્યું.

જયારે આ બધું જ કર્યા છતાં પણ કોઈ નિરાકરણ ના આવ્યું ત્યારે કન્યાના પરિવારજનોએ વરરાજાના નાના, લગ્ન કરાવનારા મધ્યસ્થ, કેમેરામેન અને બે ગાડીઓને બંધક બનાવી લીધી. ત્યારબાદ કન્યાના પરિવારજનોએ પોલીસ પાસે વરરાજાની ફરિયાદ કરતા ન્યાય માટે અપીલ કરી છે.

Niraj Patel