51 ટ્રેકટરમાં જોડાઈ લગ્નની જાન, વરરાજા પોતે પણ ટ્રેકટર ચલાવીને પહોંચ્યો પોતાની દુલ્હનને લેવા માટે, વીડિયો થયો વાયરલ, જુઓ

આવો આંખો વરઘોડો આજ પહેલા ક્યારેય નહો જોયો હોય, 51 ટ્રેકટરમાં વાજતે ગાજતે જાન લઈને કન્યાના ઘરે પહોંચ્યો વરરાજા, જુઓ વીડિયો

Bridegroom arrived with 51 tractors : હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરતા હોય છે. ત્યારે ઘણા લોકો પોતાના લગ્નમાં એવું ખાસ કઈ કરતા હોય છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, હાલ એક વાયરલ થઇ રહેલા વીડિયોમાં એવો જ નજારો જોવા મળ્યો. જ્યાં 51 ટ્રેકટરમાં જાન નીકળી.

આ વાયરલ વીડિયો રાજસ્થાનના બાડમેરનો કહેવામાં આવી રહ્યો છે, જ્યાં એક અનોખા વરઘોડાએ બધાને ચોંકાવી દીધા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લગભગ 51 ટ્રેક્ટર પર સવાર થઈને આ જાનૈયાઓ દુલ્હનના ગામ માટે રવાના થયા છે. વીડિયોમાં વરઘોડો રસ્તા પર લગભગ 1 કિલોમીટરની કતારમાં દેખાય છે.

ખાસ વાત એ છે કે વરરાજા પોતે પણ ટ્રેક્ટર ચલાવીને પોતાના સાસરે પહોંચ્યો છે. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ તે ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. ખેડૂત પુત્રના અનોખા વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકો તેમના પ્રેમનો ભરપૂર વરસાદ કરી રહ્યા છે.

આ અનોખી વરઘોડાને જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ દુલ્હનને પણ ટ્રેક્ટર પર વિદાય આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANIએ ગયા વર્ષે 9 જૂને આ વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘રાજસ્થાનઃ બાડમેર જિલ્લાના સેવાનિયાલાથી બોરવા ગામમાં એક વરરાજા તેની સરઘસમાં 51 ટ્રેક્ટર સાથે આવ્યો હતો. 1 કિલોમીટર લાંબી બારાતમાં લગભગ 150 મહેમાનો હતા અને તેઓનું નેતૃત્વ વરરાજા દ્વારા કરવામાં આવ્યું હતું, જે પોતે ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો.”

Niraj Patel