પોતાના પૌત્રને ખુબ જ ખાસ ભેટ આપી દાદા દાદીએ, માસુમની ખુશી જોઈને તો તમે પણ કાયલ થઇ જશો… જુઓ વીડિયો

દાદા દાદીનો આવો પ્રેમ જોઈને તો તમારી આંખો પણ ભરાઈ આવશે, પોતાના પૌત્રને આપી સાઇકલની ભેટ, વીડિયો જોઈને કેટલાયને પોતાનું બાળપણ યાદ આવી ગયું, જુઓ

Grandparents Bicycle Surprise Gift for Kid : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાય વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ સામે આવે છે જે આપણા પણ દિલ જીતી લેતી હોય છે, ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના વીડિયો આંખોના પોપચાં પણ ભીના કરી દેતા હોય છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દાદા દાદી પોતાના પૌત્રને સરપ્રાઈઝ ભેટ આપી રહ્યા છે.

આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ દંપતી તેમના પૌત્રને સરપ્રાઈઝ તરીકે સાઈકલ આપે છે. હા, દાદા બાળકને પોતાના હાથમાં લઈને સાઈકલ પાસે લાવે છે. આ દરમિયાન માસૂમની આંખ પર રૂમાલ બાંધેલો હોય છે. આંખો પરથી રૂમાલ હટાવીને સાયકલ પર નજર પડતાં જ તે દાદાને ખુશીથી ગળે લગાવે છે.

બાળકની આ ખુશી દાદા-દાદીની ખુશીને બમણી કરી દે છે. આટલું જ નહીં, આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા અને તેમના બાળપણને યાદ કરવા લાગ્યા. આ વીડિયો 3 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ ‘જિંદગી ગુલઝાર હૈ’ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું – બાળપણમાં સાયકલ મેળવવી એક અલગ જ ખુશી હતી.

આ ક્લિપને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને 1 લાખથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.આ વીડિયોને જોઈને ઘણા યુવાનો તેમના બાળપણમાં જ ખોવાઈ ગયા. કેટલાક લોકો ભાવુક પણ થઈ ગયા હતા. એક વ્યક્તિએ લખ્યું – દાદા દાદીનો પ્રેમ. બીજાએ લખ્યું – ભગવાન આપણને એટલું આપે કે જે રીતે આપણા માતા-પિતાએ આપણને ખુશ રાખ્યા છે, આપણે પણ તેમને તેનાથી વધુ ખુશ રાખવા જોઈએ.

Niraj Patel