સ્ટેજ પર ચઢી દાદીએ ‘લોલીપોપ’ ગીત પર એવી કમર લચકાવી કે… વીડિયો જોઇ તમે પણ કહેશો વાહ.. કયા બાત હે

હાલમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા ફની વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો દુલ્હા-દુલ્હનના હોય છે તો ઘણા જીજા-સાળીના અને ઘણા ભાભી-દિયરના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક દાદી ‘લોલીપોપ’ ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

દાદીનો આ ડાન્સ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને જોઈને તેની આસપાસ ઉભેલી છોકરીઓ પણ પોતાને ડાન્સ કરતા રોકી શકતી નથી અને સ્ટેજ પર આવી ડાન્સ કરવા લાગે છે. જે ગીતમાં દાદી ડાન્સ કરતી જોવા મળે છે તે એક લોકપ્રિય ભોજપુરી ગીત છે. તેનો ડાન્સ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ વીડિયો જોતા લાગી રહ્યુ છે કે, લગ્નના ફંક્શનનો છે. તમે જોઈ શકો છો કે ફંક્શનમાં ભોજપુરી ગીત ‘લોલીપોપ’ વાગે છે અને દાદી સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ સ્ટેપ્સ કરવા લાગે છે. આ દાદીના સ્ટેપ્સ જોયા પછી તમે પણ કદાચ પોતાને ડાન્સ કરતા રોકી નહીં શકો. વીડિયોમાં દાદી સુંદર સાડી પહેરીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. દાદી ગીતના તાલે સ્ટેપ બાય સ્ટેપ ડાન્સ કરી રહ્યા છે.

તમે જોઈ શકો છો કે ત્યાં ઉભેલી છોકરીઓ પણ દાદીનો ડાન્સ જોઈને પોતાને ડાન્સ કરતા રોકી શકતી નથી અને દાદી સાથે જોડાઈ જાય છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જ્યાંથી આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે.

તમને જણાવી દઈએ કે ‘લોલીપોપ’ ગીત ભોજપુરીના હિટ ગીતોમાં સામેલ છે. આ ગીત દેશભરમાં મોટા ભાગના લગ્ન સમારોહમાં વગાડવામાં આવે છે. પવન સિંહે આ ગીતને ભોજપુરી સ્ટારે પોતાનો અવાજ આપ્યો છે.

Shah Jina