Govindbhai Dholakia donated 11 crores Ram mandir : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેની તૈયારીઓ પણ જોર શોરમાં ચાલી રહી છે, આ દિવસને લઈને દેશભરના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને 22 જાન્યુઆરીનો દિવસ આખા દેશ માટે દિવાળી જેવો માહોલ સર્જવાનો છે. ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે હવે આમંત્રણ પત્રિકાઓ પણ વહેંચાઈ ગઈ છે અને ઘણા દિગ્ગજોને તેમાં સામેલ થવા માટે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.
ગોવિંદભાઇ ધોળકિયાને આમંત્રણ :
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમાં સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા અને દાનવીર તરીકેનું આખા ગુજરાતમાં મોટી નામના બનાવી છે એવા ગોવિંદભાઇ ધોળકિયા પણ સામેલ છે. ગોવિંદભાઇ ધોળકિયાએ રામ મંદિરનું જયારે નિર્માણ થતું હતું ત્યારે વર્ષ 2021માં 11 કરોડ રૂપિયાનું માતબર દાન પણ આપ્યું હતું, જેને લઈને તેમને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
2021માં આપ્યું હતું 11 કરોડનું દાન :
દુનિયાની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામ ક્રિષ્ણા એક્સ્પોર્ટ્સ પ્રા. લિં. (SRK)ના માલિક ગોવિંદ ધોળકિયા આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવા માટે ખુબ જ ઉત્સાહિત પણ છે. ગોવિંદભાઇ ઉપરાંત સુરતના જ અન્ય બિઝનેસમેન લવજી બાદશાહને પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લવજી બાદશાહે પણ રામ મંદિરના નિર્માણ સમયે વર્ષ 2021માં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
દેશભરના સેલેબ્સને આમંત્રણ :
તમને જણાવી દઈએ કે ગોવિંદભાઇ ધોળકિયા એક બિઝનેસમેન હોવાની સાથે સાથે એક મોટા દાનવીર પણ છે. તેઓ ડાંગમાં 311 હનુમાન મંદિર પણ બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેની માટે દેશના ઘણા મોટા મોટા નેતાઓ અને અભિનેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. દેશવાસીઓ પણ હવે આ દિવસની આતુરતાથી રાહ જોઈને બેઠા છે.