રામ મંદિરમાં કરોડોનું દાન કરનારા ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયાને મળી ગઈ રાજ્યસભાની ટિકિટ, રૂપાલા અને માંડવીયા આઉટ, જુઓ શું કહ્યું ?

Source : રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી અમીર ઉદ્યોગકાર ગોવિંદ ધોળકીયા કોણ છે?
રાજ્યસભામાંથી રૂપાલા-માંડવિયા આઉટ:રામમંદિરને 11 કરોડનું દાન, ગોવિંદભાઈને રાજ્યસભાનો ‘પ્રસાદ’, જે.પી. નડ્ડા, મયંક નાયક, જસવંતસિંહ પરમાર ઉમેદવાર જાહેર

Govind dholakia Rajya Sabha Candidates :આગામી 27 ફેબ્રુઆરીના રોજ 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે, ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી  ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા, ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા,  મયંક નાયક અને જશવંત સિંહ પરમારને રાજ્યસભાની ટિકિટ આપવામાં  આવી છે. ત્યારે રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ ગોવિંદભાઇ ધોળકિયાનું નિવેદન પણ સામે આવ્યું છે.

ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાને મળી ટિકિટ :

તમને જણાવી દઈએ કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. જેના બદલામાં ભાજપે ગોવિંદભાઈને પ્રસાદીના રૂપમાં રાજ્યસભાની ટિકિટ આપી છે. જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તુ કપાયું છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા પણ ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે. તો આ ઉપરાંત બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયક ઉપરાંત ગુજરાતમાં ભાજપના અગ્રણી એવા જશવંતસિંહ પરમારને પણ રાજ્યસભાની લોટરી લાગી છે.

રાજકારણ સાથે નથી કોઈ સીધો સંબંધ :

તમને જણાવી દઈએ કે ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયાને રાજકારણ સાથે કોઈ સીધો સંબંધ નથી, એવામાં રાજ્યસભાની ટિકિટ તેમને મળતા જ લોકોમાં પણ આશ્ચર્ય જન્મ્યું છે. ગોવિંદભાઇ ધોળકિયાને દાનવીર તરીકે ઓળખવામાં આવે છે. તેમને રામ મંદિર માટે પણ 11 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમને પોતાની મહેનતથી રૂ.4,800 કરોડનું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું છે અને આજે ના માત્ર સુરતમાં પણ પરંતુ આખા ભારતને હીરાના કામનું હબ બનાવી દીધું છે.

પોતાની મહેનતથી ઉભું કર્યું સામ્રાજ્ય :

ગોવિંદભાઇ ધોળકિયાનો જન્મ 7 નવેમ્બર 1947 ના રોજ અમરેલીના દુધાળા ગામમાં થયો હતો. તેઓ એક સામાન્ય ગરીબ પરિવારમાં જન્મ્યા હતા, જેથી તેમનું જીવન ખુબ જ પડકારો ભરેલું રહ્યું છે. 1964માં તેઓ 17 વર્ષની ઉંમરમાં જ સુરત ગયા અને ત્યાં તેમને હીરા કાપવાનું અને તેને પોલિશ કરવાનું કામ શરૂ કર્યું. ધીમે ધીમે તેમને પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને હીરા ઉદ્યોગમાં પોતાના નામનો ડંકો વગાડ્યો. તે જે દેવોની પૂજા કરતા હતા તેમના નામ પર જ કંપનીનું નામ “શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપની રાખ્યું.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel