ગોપી વહુએ એવો કાતિલ વીડિયો બનાવ્યો કે ચાહકો પણ બોલી ઉઠ્યા કે આ શુ ગોપી વહુ? જુઓ વીડિયો

ટીવીની સંસ્કારી વહુએ એવો વીડિયો ઉતાર્યો કે ફેન્સ બોલી ઉઠ્યા, ગોપી વહુ સંસ્કાર ભૂલી ગઇ ?

“સાથ નિભાના સાથિયા”ની ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પણ અવાર નવાર શેર કરે છે. ગોપી વહુની ઇન્સ્ટાગ્રામ પર ઘણી ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો છે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ અને ખૂબસુરત તસવીરોથી ભરેલુ છે.

દેવોલીના ભટ્ટાચાર્જીએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બોલ્ડ અંદાજમાં નજરે પડી રહી છે. ટીવી ધારાવાહિકમાં સીધી સાદી ગોપી વહુનુ પાત્ર નિભાવનાર દેવોલીના આ વીડિયોમાં બોલ્ડ અંદાજમાં બેલી ડાંસ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં દેવોલીના બેલી ડાંસની પ્રેક્ટિસ કરી રહી છે. તેણે આ વીડિયો શેર કરતા એ પણ કહ્યુ છે કે, તે જલ્દી જ આ ડાંસનો પૂરો વીડિયો ચાહકો સાથે શેર કરશે.

દેવોલીનાએ બ્લેક કલરનુ અપર પહેર્યુ છે, સાથે જ તેણે બેલી બેલ્ટ પણ બાંધેલી છે અને તે જબરદસ્ત ડાંસ કરી રહી છે. ચાહકોને દેવોલીનાનો આ અંદાજ ઘણો જ પસંદ આવ્યો છે. આ વીડિયોને 6 લાખથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે. ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ કમેન્ટ કરી રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, ગોપી વહુ આ શું, ત્યાં જ એક અન્યએ લખ્યુ કે, ગોપી વહુ શાનદાર ડાંસ. એક યુઝરે લખ્યુ કે આરામથી કરો નહિ તો તમારુ બેકબોન પેન ફરીથી શરૂ થઇ જશે. એક યુઝરે તો લખ્યુ કે, ગોપી વહુ સંસ્કાર ભૂલી ગઇ કે શુ.

તમને જણાવી દઇએ કે, “બિગબોસ 13″માં દેવોલીનાએ શો વચ્ચે જ છોડી દીધો હતો અને તેનું કારણ હતુ તેની બેક ઇંજરી. શોના અંતમાં તેની બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી રશ્મિ દેસાઇ માટે તેનું કનેક્શન બનીને પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

Shah Jina