અમદાવાદમાં મળી નેતાની ગાયબ થયેલી દીકરી, પિતાથી જ કરી બેઠી બગાવત, બોલી- અલગ રહેવા માંગુ છુ, પપ્પા પાસે નહિ…

‘પપ્પા સાથે ઘરે નહિ જઉં, બાલિગ છું…એકલી રહીશ’, એક મોટા નેતાની દીકરીએ કર્યો ધડાકો- જાણો સમગ્ર મામલો

રાજસ્થાનના પૂર્વ રાજ્યમંત્રી અને નેતા ગોપાલ કેસાવતની દીકરી અભિલાષા કેસાવતને પોલિસે અમદાવાદમાંથી શઓધી જયપુર કોર્ટમાં પેશ કરી ગતી. અહીં 21 વર્ષિય અભિલાષાએ કોર્ટમાં નિવેદન દાખલ કરાવ્યુ કારણ કે તેની કિડનેપિંગનો મામલો દાખલ થયો હતો. કોર્ટમાં નિવેદન દાખલ કરાવતા સમયે અભિલાષાએ તેના પિતા એટલે કે નેતા ગોપાલ કેસાવત પાસે જવાની ના કહી દીધી. તેણે કહ્યુ કે, તે બાલિગ છે અને એકલી રહીને દિલ્લીમાં ભણશે. જયપુરથી 20 નવેમ્બરના રોજ સાંજે અચાનક લાપતા થયેલી પૂર્વ મંત્રીની દીકરી જયપુર પોલિસે ગુજરાતના અમદાવાદમાંથી શોધી કાઢી હતી.

અમદાવાદમાં એક સલૂન પાસે બનેલા રૂમમાંથી તે મળી હતી. ત્યાં અભિલાષા તેના એક મિત્ર 24 વર્ષિય વસીમ અકરમના ત્યાં રોકાઇ હતી. દીકરીના અચાનક લાપતા થવા પર Congનેતા ગોપાલ કેસાવતે પ્રતાપ નગર પોલિસ સ્ટેશનમાં કિડનેપિંગનો મામલો દાખલ કરાવ્યો હતો. પોલિસ તેના આધારે શોધખોળ શરૂ કરી, ત્યારે પોલિસને જાણ થઇ કે અભિલાષા અમદાવાદના બોપલમાં રોકાઇ છે. પોલિસની ટીમ બોપલ પહોંતી કો અભિલાષા તેના મિત્ર સાથે રૂમમાં રોકાયેલી હતી. જયપુર પોલીસ અભિલાષા અને તેના મિત્ર વસીમ અકરમને જયપુર લઇ આવી હતી.

અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હોવાથી યુવતીને દસ્તાવેજીકરણ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અભિલાષાએ કોર્ટમાં જણાવ્યું કે તે બાલિગ છે અને તેના મિત્રને મળવા પોતાની મરજીથી અમદાવાદ ગઈ હતી.અભિલાષાનો મિત્ર વસીમ અકરમ ટોંક પાસેના રાજમહેલનો રહેવાસી છે. પહેલા તે જયપુરમાં જ સલૂનમાં કામ કરતો હતો, ત્યારથી અભિલાષા અને વસીમ અકરમ એકબીજાને ઓળખતા હતા. આ દિવસોમાં વસીમ અમદાવાદમાં એક સલૂનમાં કામ કરે છે. અભિલાષા આ મિત્રને મળવા ઘરેથી નીકળી હતી.

કોર્ટમાં નિવેદન નોંધાવતી વખતે અભિલાષાએ કહ્યું કે તેના પિતાએ અપહરણનો કેસ દાખલ કર્યો છે, પરંતુ કોઈએ તેનું અપહરણ કર્યું નથી. તે જેની સાથે રહેતી હતી તે મિત્રને ચાર વર્ષથી ઓળખે છે. જો કે, પોલીસ અભિલાષા સાથે વસીમને પણ જયપુર લઈ આવી હતી. પોલીસે અભિલાષા વતી નિવેદન નોંધ્યા બાદ વસીમને છોડી મૂક્યો હતો. અભિલાષા દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે કોર્ટને કહ્યું કે તે દિલ્હીમાં અભ્યાસ કરશે અને પોતાના પગ પર ઉભી રહેશે. 21 નવેમ્બરના રોજ જ્યારે અભિલાષા શાકભાજી ખરીદવા બહાર ગઈ હતી, ત્યારે તેણે તેના પિતા ગોપાલ કેસાવતને થોડી વારમાં ફોન કર્યો હતો.

અભિલાષા તેના પિતાને કહે છે કે કેટલાક છોકરાઓ તેને અનુસરે છે. થોડી જ વારમાં ગોપાલ કેસાવત એનઆરઆઈ સર્કલ પહોંચ્યા, જ્યાં તેમને અભિલાષા મળી ન હતી. લાંબા સમય સુધી અહીં-ત્યાં શોધ કર્યા પછી, ગોપાલ કેસાવતે પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં જઈને તેમની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી. ત્યારે પોલીસ તપાસમાં હવે કંઈક બીજું સત્ય સામે આવ્યું. અભિલાષાએ કોર્ટને કહ્યું કે તે તેના પિતા પાસે જવા માંગતી નથી. તે પોતાની રીતે અભ્યાસ કરવા માંગે છે અને પોતાની ઈચ્છા મુજબ પોતાનું ભાવિ જીવન જીવવા માંગે છે.અભિલાષાના નિવેદન બાદ કોર્ટે પોલીસને તેની ઈચ્છા મુજબ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

Shah Jina