આખા ગુજરાતમાં વાગ્યો ગોંડલના યુવકનો ડંકો ! નવી ફોર્ચ્યુનર કારના નંબર માટે ખર્ચ્યા અધધધધ લાખ રૂપિયા- જાણી આંખો પહોળી રહી જશે

છેલ્લા કેટલાક સમયથી નવા વાહનો માટે પોતાના મનપસંદ નંબરનો ક્રેઝ વધી રહ્યો છે અને ઘણા લોકો મનપસંદ નંબર માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચી પણ નાખતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલના એક યુવાને નવી ફોર્ચ્યુનર ગાડી ખરીદી હતી અને આ ગાડીની નંબર પ્લેટમાં તેણે મનપસંદ 9 નંબર માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ઘણીવાર એવું બનતુ હોય છે કે વાહનોની ફેન્સી નંબર પ્લેટની નિયમ અનુસાર ઓનલાઇન હરાજી કરવામાં આવતી હોય છે અને આવી પ્રક્રિયા ઓનલાઇન થતી હોય છે.

ત્યારે આવી હરાજીમાં જે લોકો ભાગ લેતા હોય છે તેઓ ઓનલાઇન ભાવ બોલતા હોય છે અને જે સૌથી વધુ રકમની બોલી લગાવે તેને તેની પસંદનો નંબર ઇશ્યૂ કરવામાં આવે છે. પોતાના લકી નંબર માટે ઘણા લોકો આવી બોલી લગાવતા હોય છે અને તેના માટે લાખો રૂપિયા પણ તેઓ ખર્ચવા તૈયાર રહેતા હોય છે. હડતમાળા ઇન્ડસ્ટ્રીમાં ફેક્ટરી ધરાવતા કૌશિક સોજીત્રા ગોંડલના ખોડલધામ સોસાયટીમાં રહે છે. તેઓએ 42 લાખના ખર્ચે નવી ફોર્ચ્યુનર ગાડી ખરીદી હતી અને આ ગાડીમાં તેમને તેમની મનપસંદનો 9 નંબર લગાવવો હતો.

જેના માટે તેમણે રાજકોટ સહિત અન્ય આરટીઓમાં તપાસ પણ કરી હતી અને તેમને એવું જાણવા મળ્યુ હતુ કે હમણાં નવી સીરીઝ ખુલે તેમ વથી. ત્યારે ગાંધીનગર આરટીઓ સુધી કૌશિક સૌજીત્રાએ તપાસ કરી અને 9 નંબર માટે 10 લાખ 21 હજાર રૂપિયા આરટીઓમાં બિડિંગ કર્યુ. ગત શુક્રવારના રોજ તેમને આનું અપ્રુવલ મળી ગયુ અને હવે નવી ફોર્ચ્યુનર ગાડીમાં GJ 18 BR 0009 નંબરની HSRP પ્લેટ લાગી જશે.

પ્રતિકાત્મક તસવીર

આ વાતને લઇને કૌશિક સૌજીત્રા જણાવે છે કે 9 નંબરને તેઓ તેમનો લકી નંબર માંગે છે અને ગત વર્ષે તેમણે જે બુલેટ ખરીદ્યુ તેના માટે પણ 9 નંબર લેવામાં આવ્યો હતો. તેમણે એવું પણ જણાવ્યુ હતુ કે તેઓ આગામી વર્ષોમાં જે પણ વાહન ખરીદશે તેના માટે પણ 9 નંબર લેવામાં આવે તેવા પ્રયત્નો તે કરશે.

સૌજન્ય: દિવ્યભાસ્કર

Shah Jina