શું આ 5 લાખ રૂપિયાનું સોનાનું માસ્ક કરશે કોરોનાથી રક્ષણ ? જાણો “ગોલ્ડન બાબા”એ કેમ ધારણ કર્યુ આ શિવ સ્વર્ણ માસ્ક

અધધધ કિલોનું માસ્ક પહેરીને રોજ ફરે છે અને કેટલા બોડીગાર્ડ રાખ્યા જાણો છો?

કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા ઉત્તર પ્રદેશના બપ્પી લહેરી કહેવાતા કાનપુર નિવાસી મનોજ સેંગર ઉર્ફે મનોજાનંદ મહારાજે સોનાનું માસ્ક મુંબઇથી મંગાવ્યુ છે. શિવશરણ માસ્ક માનક આ કવચ કોરોનાથી તેમના રક્ષા કરશે, એવું તેમનું માનવુ છે. આ માસ્ક અંદર સેનેટાઇઝ સોલ્યુશન લાગેલુ છે, જે 36 મહિના સુધી કાર્ય કરશે.

કાનપુરના ગોલ્ડન બાાબા કહેવાતા મનોજ સેંગરે આ માસ્ક વિધિવત પૂજા-અર્ચના બાદ ધારણ કર્ય છે. માસ્કનું વજન લગભગ 101 ગ્રામ છે અને કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. આ માસ્કને શિવ સ્વર્ણ માસ્ક નામથી મુંબઇના કારીગરોએ ખાસ બાબા માટે ડિઝાઇન કર્યુ છે.

બાબાનો દાવો છે કે, માસ્કમાં સેનેટાઇઝર જેલની કોટિંગ પણ છે જે લગભગ 2 વર્ષ સુધી તેમનો કોરોનાથી બચાવ કરવા માટે સક્ષમ છે. મંગળવારે ગોલ્ડન બાબાએ વૈદિક મંત્રોચ્ચાર કરી આ શિવ સ્વરણ કોરોના રક્ષક માસ્કને ધારણ કર્યુ. તેમનું કહેવુ છે કે, આ કવચની જેમ કોરોનાથી તેમની રક્ષા કરશે. તેમનું કહેવુ છે કે, સોનાની કોઇ કિમત નથી હોતી અને જયારે પ્રભુનુ નામ જોડાઇ જાય તો તે અમૂલ્ય હોય છે.

મહાભારત ધારાવાહિક જોયા બાદ ગોલ્ડન બાબાએ 4 સોનાની ચેન લગભગ 250 ગ્રામની બનાવી પહેરી બતી અને પછી ધીરે ધીરે તેમનો શોખ વધતો ગયો અને પછી સોનાનો શંખ, માછલી, હનુમાનજીનુ લોકેટ બનાવીને પહેર્યુ. ગોલ્ડન બાબાએ કહ્યું હતુ કે, સોનાને લીધે તે ચર્ચામાં આવે છે અને ઘણીવાર ધમકીઓ પણ મળે છે.

તેમણે તેમનુ ધ્યાન રાખવા માટે બે બોડીગાર્ડ રાખ્યા છે. તેઓ તેમના ગળામાં લગભગ 2 કિલો સોનુ પહેરે છે. તેમની પાસે સ્વર્ણ કુંડલ, રિવોલ્વરની બટ પર સોનાનું કવર અને ત્રણ સોનાના બેલ્ટ પણ છે.

Shah Jina