સોનાના ભાવમાં થયો ઘટાડો, સોનાના ભાવ 7 મહિનાની નીચી સપાટીએ, જાણો આજનો ભાવ

સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરિણામે, સોનું 7 મહિનામાં લગભગ 11,500 રૂપિયા સસ્તું થયું છે. 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનું 5540 રૂપિયાથી વધુ તૂટ્યું છે.

Image Source

ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 56 હજાર 200 રૂપિયાની આસપાસ હતો. જે બે માર્ચે 44 હજાર 700ની આસપાસ પહોંચ્યો છે. અને જાન્યુઆરીથી અત્યાર સુધી સોનાના ભાવમાં અંદાજીત 5540 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

જો ચાંદીની વાત કરવામાં આવે તો એ લગભગ 1100 રૂપિયા મોંઘી થઈ છે. 1 જાન્યુઆરીએ ચાંદી 66950 રૂપિયા પર હતી. જે હવે 67 હજાર 73 રૂપિયા થઈ છે.

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જો કે, મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનું ગાબડું પડતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 47,000 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું.

Image Source

દિલ્હી સરાફા બજારમાં બુધવારે 10 ગ્રામ સોનામાં 208 રૂપિયાનો ઘટાડો થતાં 99.9 સોનું ઘટીને 44,768 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવ્યું હતું. જ્યારે ચાંદી 602 રૂપિયા વધીને 68,194 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી.

Image Source

વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં બુધવારે ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ અનુસાર, કોમેક્સ પર સોનાનો વૈશ્વિક વાયદા ભાવ બુધવારે 0.61 ટકા એટલે કે 10.60 ડોલરના ઘટાડા સાથે 1723 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. તો સોનાના હાજર ભાવ 11.98 ડોલરના ઘટાડા સાથે 1726.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.

Image Source

વૈશ્વિક સ્તર પર ચાંદીના ભાવમાં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ અનુસાર કોમેક્સ પર ચાંદીનો વાયદા ભાવ બુધવારે 0.20 ડોલરના ઘટાડા સાથે 26.68 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો ચાંદીના હાજર ભાવમાં 0.16 ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.

Image Source

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા બજેટમાં સોના અને ચાંદી પરની આયાતમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદીની આયાત કિંમતમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ સોના અને ચાંદી પર 12.5 ટકા આયાત આપવાની હોય છે. 5 ટકાના ઘટાડા પછી માત્ર 7.5 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી આપવી પડશે. આ કારણે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Shah Jina